વાવ એટ્લે શું ? તેને કેમ બંધવામાં આવતી ? વાવના વિવિધ પ્રકાર વિશે જાણકારી
ગુજરાત માં આવેલી વાવ અને તેના પ્રકાર
વાવ એટ્લે શું?
વાવ ને "જલમંદિર "પણ કહેવામાં આવે છે .
👉વાવ એટલે કુવાનો જ એક પ્રકાર છે. વાવ માં ગરગડી ઉપરાંત પગથિયા પણ હોય છે જેથી પાણી તળિયે હોય તો પણ જઈને તમે ભરી શકો.
વાવ એટલા માટે બાંધવા માં આવતી કારણ કે પહેલા ના સમય માં અમુક વિસ્તારો અને ગામ માં પાણી ની અછત રહેતી અને લોકો દૂર દૂર સુધી પાણી ભરવા જતા. એટલે રાજા મહારાજા અને ગામ વાળા લોકો જે ગામ ની આસપાસ નદી કે અન્ય પાણી ની સગવડ ન હોય ત્યાં વાવ નિર્માણ કાર્ય કરાવતા.
👉વાવ એટલે પગથીયા વાળો કુવો
જેનાથી અંદર ઉતરી પાણી ભરી શકાય
વાવના પ્રકાર
૧ નંદા - જેને એક જ પ્રવેશ દ્વાર હોય
૨ ભદ્રા - જેને બે પ્રવેશ દ્વાર હોય
૩ જ્યાં - જેને ત્રણ પ્રવેશ દ્વાર હોય
૪ વિજયા - જેને ચાર પ્રવેશ દ્વાર હોય
૫. બત્રીસ હાથ લાંબી - દીધીરકા વાવ
૬.ભોલરી વાવ - અંદરના પહોળા ભાગવાળી
૭.જીવતી વાવ - અખૂટ પાણી વાળી વાવ.
1. રાણી ની વાવ
આ વાવ નંદા પ્રકારની વાવ છે.
આ વાવ 7 માળની છે.
11 મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ પાટણમાં સાતમાળની વાવ બાંધવી હતી.
જે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે.
રાણકીવાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે.
Rs.100ની ચલણી નોટની પાછળ રાણકી વાવની તસ્વીર છે.
વર્ષ 2016માં ઇન્ડિયન સેનિટેશન કોન્ફરન્સમાં રાણકીવાવ ને Iconic Place નો દરજ્જો અપાયો.
વર્ષ 2014માં UNESCO દ્વારા World. Heritege Siteમાં સ્થાન અપાયું છે.
રણકીવાવ નો ઉલ્લેખ મેરુત્તુંગ ઋષિના પ્રબોધ ચિતામણી માં કરેલો છે.
ગુજરાતમાં આવેલા વર્લ્ડ હેરીટેજ સ્થળો
2.અડાલજની વાવ
ગાંધીનગર જીલ્લામાં અડાલજ ખાતે આવેલી છે.
અડાલજનું પ્રાચીન નામ : ગઢ પાટણ
આ વાવ જયા પ્રકારની વાવ છે. (ત્રણ પ્રવેશદ્વાર અને પાંચ માળ ઊંડી)
ઇ.સ 1499માં મહમુદ બેગદના સમયમાં વીરસિંહ વાઘેલાની પત્ની “રૂડાબાઈ” એ તેના પતિની યાદમાં પાંચમાળ ઊંડી અડાલજની વાવ બાંધવી હતી.
આ વાવ રૂડા વાવ તરીકે પણ ઓળખવામાં આવેછે.
આ વાવ માંથી સંસ્કૃત ભાષામાં લખાયેલો એક લેખ મળી આવ્યો છે. (1499 સાલનો)
આ વાવ ચુનાના પથ્થરથી બનેલી છે. જેની હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય કળામાં રચના થઈ છે.
3.દાદા હરિની વાવ
આ વાવ નંદા પ્રકારની વાવ છે.
ઇ.સ 1485માં મુસ્લિમ સુલતાન બાઈ હરિએ વાવની રચના કરાવી છે.
આ વાવ અમદાવાદ જિલ્લાના અસરવા વિસ્તારમાં આવેલી છે.
4. અડી કડીની વાવ
આ વાવ નંદા પ્રકારની વાવ છે.
જૂનાગઢમાં આવેલી છે.
ગિરનારની તળેટીમાં ઇ.સ 319માં બનેલી વાવ
376માં પ્રકાશ પાડવામાં આવ્યો.
આ વાવ ભારતની સૌથી જૂની વાવ છે.
આ વાવ 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળીછે
અને 41 મીટર ઊંડી છે.
5. કુકા વાવ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલી છે.
આ વાવ સિદ્ધરાજ જયસિંહે બંધાવી હતી.
આ વાવની લંબાઇ લગભગ 1300 મીટર છે.
આ વાવની બહાર ઉભેલા કિર્તિ સ્થંભની કલા કારીગરી ખૂબજ સુંદર છે.
6.ગેબનશાહની વાવ
આ વાવ નંદા પ્રકારની છે.
16મી સદીમાં ગેબનશાહ નામના ફકીરે “ચાંપાનેરમાં” વાવ બાંધવી હતી.
જે 20મીટર ઊંડી, 6 મીટર પહોળી અને 50 મીટર લાંબી છે.
7.સાંપા ની વાવ
આ વાવ નંદા પ્રકારની વાવ છે.
આ વાવ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાનાં સાપા ગામમાં આવેલી છે.
આ વાવ મુહમદ બેગડાના સમયમાં બંધાવવામાં આવી છે.
આ વાવની પાછળના ભાગમાં કૂવો અને જમણી અને ડાબી બાજુ બે શિલાલેખો આવેલા છે.
8.અમૃતવર્ણી વાવ
અમદાવાદનાં પાંચકૂવા વિસ્તારમાં આવેલી છે.
ત્રણ માળ ધરાવતી આ વાવના સ્થાપત્ય જોતાં નંદા પ્રકારની લાગે છે.
ઇ.સ 1923માં રઘુનાથે આ વાવ બાંધવી હતી.
આ વાવના સ્થપિત કાશીદાસ અને રામદાસ સોમપુરા હતા.
ઇ.સ 1969માં રાજય સરકાર દ્વારા આ વાવને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક છે.