તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર, જે સમુદ્રનો ભાગ નથી. તળાવ એ જળસંચયનું મોટુ સાધન છે.
size.
તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઇ શકે છે. કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે. ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે. વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.
ગુજરાતના ઇતિહાસમાં "સહસ્ત્રલિંગ" તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે તળાવો પૌરાણીક કાળથી અહીં અસ્તિત્વ ધરાવે છે. ભારત દેશ તેમજ એમાં ગુજરાત રાજ્યના ડુંગરાળ પ્રદેશ સિવાય લગભગ દરેક ગામમાં નાનાંમોટાં તળાવ આવેલાં છે.
અમદાવાદનું કાંકરિયા તળાવ, વડોદરાનું સુર સાગર તળાવ, જામનગરનું લાખોટા તળાવ જેવા તળાવો ગુજરાતમાં જાણીતા તળાવો છે.
👉
લખોટા તળાવ | રણમલ તળાવ :
લખોટા તળાવ જામનગરમાં આવેલ છે. આ તળાવ ને રણમલ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
18મી સદીમાં લખોટા તળાવ અને લખોટા કિલ્લો બંને રાજા રણમલે બાંધ્ય હતા.
👉શર્મિષ્ઠા તળાવ :
શર્મિષ્ઠા તળાવ વડનગર, મહેસાણામાં આવેલ છે.
શર્મિષ્ઠા તળાવ એ સોલંકી સમયની પાણી જાળવી રાખવાની પ્રણાલીનું એક રસપ્રદ ઉદાહરણ છે. કારણ કે તે હાલમાં પણ ઉપયોગ થાય છે.
આ તળાવ અરવલ્લીની પહાડીઓમાંથી વહેતી કપિલા નદીના પાણી દ્વારા બનાવવામાં આવેલ એક પ્રાચીન તળાવ છે.
👉 તેન તળાવ :
તેન તળાવ ડભોઈ, વડોદરામાં આવેલ છે.
👉ગૌરીશંકર તળાવ :
ગૌરીશંકર તળાવ ભાવનગરમાં આવેલ છે.
આ તળાવ બોર તળાવ અને ભાવનગર તળાવના નામથી પણ ઓળખાય છે.
આ તળાવ પહાડોની વચ્ચે આવેલું છે.
👉હમીરસર તળાવ :
હમીરસર તળાવ કચ્છ જિલ્લાના ભુજમાં આવેલ ઐતિહાસિક તળાવ છે.
આ તળાવ માનવસર્જિત તળાવ છે.
આ તળાવ 28 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની આસપાસ બગીચા આવેલા છે.
👉 બિંદુ સરોવર :
બિંદુ સરોવર સિદ્ધપુર, પાટણમાં આવેલું છે.
ભારતના પાંચ પ્રવિત્ર તાળાવોમાંનું એક બિંદુ સરોવર છે.
સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે.
👉નળ સરોવર :
નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર બંનેમાં આવેલ છે.
આ સરોવર રામસર સ્થળ પણ છે.
આ સરોવરની મહતમ ઊંડાઈ 2.7 મીટર છે.
👉નારાયણ સરોવર :
નારાયણ સરોવર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ એક ગામ છે.
નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે.
પંચ પવિત્ર તળાવોમાનું આ એક તળાવ છે.
નારાયણ સરોવરનો અર્થ – ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર
👉ચંડોળા તળાવ :
ચંડોળા તળાવ દાણી લીમડા માર્ગ નજીક અમદાવાદમાં આવેલું છે.
આ તળાવ 1200 હેકટરમાં ફેલાયેલું છે.
આ તળાવ અમદાવદના મુઘલ સુલતાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું.
👉સહસ્ત્રલિંગ તળાવ :
સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલ છે.
આ તળાવ મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે.
આ તળાવનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું.
પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર.
👉સરદાર સરોવર :
સરદાર સરોવર બંધ નર્મદા નદી પર આવેલ મોટો બંધ છે. જે નર્મદામાં આવેલ છે.
આ બંધનું નિર્માણ નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે આવેલ છે.
👉ગોપી તળાવ :
ગોપી તળાવ બેટ દ્વારકા જવના રસ્તે દ્વારકાથી લગભગ 20 km દુર આવેલું તળાવ છે.
જયારે કૃષ્ણ ભગવાને તેમની રાજધાની દ્વારકામાં સ્થાનાંતરિત કરી, ત્યારે ગોપીએ તેમના વિગ્રહને શન કરી શકી નહિ.
તેઓ દ્વારકામાં તેમણે મળવા આવ્યા અને શરદ પૂર્ણિમાના દિવસે રાસ કર્યો.
રાસ પછી તેઓએ આ ભૂમિની માટીને પોતાનું જીવન અર્પણ કર્યું અને ભગવાન કૃષ્ણ સાથે વિલીન થયા.
અહીની જમીન પીળો રંગ ધરાવતી ઝીણી અને સુવાળી છે.
માનવામાં આવે છે કે તેમાં દૈવી ગુણધર્મો છે જે ઘણા રોગો, ખાસ કરીને ચામડીના રોગોને દુર કરી શકે છે.
આજવા તળાવ | સયાજી સરોવર :આજવા તળાવ અથવા સયાજી સરોવર એ આજવા નીમેટા તરીકે પણ ઓળખાય છે. જે વડોદરા થી લગભગ 25 km દુર આવેલું છે.
આજવા સરોવરના બાંધકામનો શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે.
જેમણે શહેરની પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી આ સરોવરનું નિર્માણ કરાવડાવ્યું હતું.
👉સુદર્શન તળાવ :
ભારતનું માનવસર્જિત સૌથી પ્રાચીન તળાવ જે જુનાગઢમાં આવેલું છે.
ચંદ્રગુપ્ત મૌર્ય સુરાષ્ટ્રના રાષ્ટ્રીય અર્થાંત રાજ્યપાલ પુષ્યગુપ્ત વૈશ્ય એ ગિરિ ઉર્જ્જયંત (ગિરનાર) માંથી નીકળતી સુવર્ણરસિકતા (સોનરેખા) નદી પર બંધ બાંધ્યો. આ સરોવરનું નામ ‘સુદર્શન તળાવ’ રાખ્યું.
ત્યારબાદ અશોકના રાજ્યપાલ યવનરાજ તુશાષ્ફે તેમાંથી નહેરો કઢાવી હતી.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આ તળાવનો ઉલ્લેખ જોવા મળે છે.
👉તેલીયું તળાવ :
તેલીયું તળાવ પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલ છે.
👉 દૂધિયું તળાવ :
દૂધિયું તળાવ પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલ છે.
👉 કાંકરિયા તળાવ :
કાંકરિયા તળાવ અમદાવાદમાં આવેલ સૌથી મોટું તળાવ છે.
અમદાવાદના દક્ષિણ ભાગના મણીનગરમાં આવેલું છે.
તળાવની વચ્ચે એક બગીચો આવેલ છે. જેનું નામ નગીના વાડી છે.
આ તળાવનો પરિધ લગભગ 2.5 km છે.
આ તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ 15મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ 1451માં પૂર્ણ થયું હતું.
તે સમયે તે ‘કુતુબ-હૌજ’ અથવા ‘હૌજ-એ-કુતુબ’ નામે જાણીતું હતું.
👉મુનસર તળાવ :
મુનસર તળાવ અમદાવાદ નજીક વિરમગામ ખાતે આવેલું છે
આ તળાવ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી દ્વારા બાંધવામાં આવેલું હતું.
તેનું નામ ત્યારે માન સરોવર રાખવામાં આવ્યું હતુ.
👉મલાવ તળાવ :
માલવ તળાવ અમદાવાદ જિલ્લાના ધોળકા ગામની પશ્ચિમ ભાગોળે આવેલું તળાવ છે.
આ તળાવ ચારે બાજુએ પથ્થરના ઘાટ તથા પગથીયાથી બાંધેલું છે.
👉લાલપરી તળાવ :
લાલપરી તળાવ રાજકોટમાં આવેલું છે.
👉ગોમતી તળાવ :
ગોમતી ઘાટ ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલ છે.
👉સુરસાગર તળાવ :
સુરસાગર તળાવ વડોદરા જિલ્લાના મધ્યમાં આવેલ તળાવ છે. જે પાણીથી હંમેશા ભરપુર રહે છે.
ચંદન તળાવના જુના નામથી ઓળખાતું સુરસાગર 18મી સદીમાં બન્યું હતું.
આ તળાવની ચારે તરફ પથ્થરનું ચણતર કરીને પગથીયા બનાવવામાં આવેલ છે.
સુરસાગર નામ કદાચ તેની કાંઠે આવેલ મહારાજા સયાજીરાવ યુનીવર્સીટીની મ્યુઝીક કોલેજને કારણે મળેલ છે.
કચ્છ ના તળાવ સરોવર
હમીરસર : ભૂજ
દેસલસર : ભૂજ
નારાયણ : લખપત
ચકાસર: ભીમાસર
ફુલસર : શંખેશ્વર બળવંતસાગર : શુથરી
જામનગર :
લાખોટા
રણમલ રણજીત સાગર
દેવભૂમિ દ્વારકા
ગોપી તળાવ
રત્ન તળાવ
પોરબંદર
ખંભાળા તળાવ
ફોદાળા તળાવ
જૂનાગઢ
સુદર્શન તળાવ
અમરેલી
હરિકૃષ્ણ તળાવ
ભાવનગર
ગંગાજળિયા ગૌરીશંકર બોર
રાજકોટ
લાલપરી અટલ સરોવર
મોરબી
સામતસર તળાવ
સુરેન્દ્રનગર
જોગાસર તળાવ
અમદાવાદ
નળ સરોવર ( સૌથી મોટું કુદરતી સરોવર)
કાંકરિયા તળાવ
મલાવ ધોળકા
મુનસર તળાવ - વિરમગામ ( ગુજરાતનુંઅર્ધસહસ્ત્રલીંગ તળાવ)
વસ્ત્રાપુર (નરસિંહ મહેતા તળાવ)
ચંડોળા તળાવ
ગંગા સર : વિરમગામ
બનાસકાંઠા
ગંગા સરોવર
પાટણ
- સિદ્ધપુર બિંદુ સરોવર (માતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત સરોવર)
શર્મિષ્ઠા તળાવ - વડનગર
સાબરકાંઠા
હંસલેશ્વર તળાવ
અરવલ્લી
કર્યાં બાઈ તળાવ
છોટઉદેપુર નળ દમયંતી સરોવર
ખેડા
ગોમતી તળાવ
આણંદ
નારેશ્વર વેરાઈમાતા નું તળાવ
વડોદરા
મહોમદ
આજવા
તેંન સરોવર
સુરસાગર
સુરત
ગોપી તળાવ