Namo Saraswati Yojana | ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓને રૂ. 25,000ની સહાય

Namo Saraswati Yojana | ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓને રૂ. 25,000ની સહાય

Gujrat
0

 Namo Saraswati Yojana | ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓને રૂ. 25,000ની સહાય


નમસ્કાર દોસ્તો ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓ ને 25000ની સહાય ની જાહેરાત .આ યોજનાનો ફાયદો તમે પણ લઈ શકો છો. નમો સરસ્વતી યોજના કોને લાભ મળે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

નમો સરસ્વતી યોજના 2024

  • Namo Saraswati Yojana : ગુજરાત સરકારે  વિદ્યાર્થીના સંદર્ભમાં વિચારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વર્ષ 2024-25 ધ્યાનમાં રાખી નમો સરસ્વતી યોજના બહાર જાહેર કરવામાં આવેલ છે આ યોજના વિદ્યાર્થીઓના માટે કાઢવામાં આવેલ છે.
  • ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નમો સરસ્વતી યોજના વર્ષ 2024-25 ના  બજેટ માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ  ને ધ્યાનમાં લઈને આ યોજના  ની જાહેરાત કરવામાં આવેલ છે. 

Namo Saraswati Yojana નો લક્ષ્ય

  • ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નમો સરસ્વતી યોજના નું લક્ષ્ય ધોરણ 11 – 12 માં અભ્યાસ કરતા તેમજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ  પસંદગી આપવાના હેતુથી ગુજરાત સરકાર દ્રારા  નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શરુ કરવામાં આવી  છે. 
  • નમો સરસ્વતી યોજના દ્વારા ધોરણ 11 તેમજ ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને તેમજ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા બાળકો ને સરસ્વતી યોજના થી   સરકાર બે વર્ષ  કુલ 25,000 રૂપિયાની નાણાકીય રીતે મદદરૂપ  થાય છે. ગુજરાત સરકારે અત્યારના વર્ષ ના બજેટ માં 250 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે. 
  • નમો સરસ્વતી યોજના દ્વારા સરકાર તરફથી અત્યાર સુધીમાં  2.50 લાખથી પણ વધારે  વિદ્યાર્થીઓને 28.46 કરોડ રૂપિયાથી પણ વધારે મદદરૂપ થયા છે. 

નમો સરસ્વતી યોજનાનો ફાયદો મેળવનાર ઉમેદવાર ની પાત્રતાની માપદંડ 

  • જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ધોરણ 10 માં આવતી બોર્ડની પરીક્ષામાં 50% થી વધુ ગુણ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓ આ યોજનાના ફાયદો લઈ શકે છે.
  • જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની  બોર્ડની પરીક્ષા તેમજ માધ્યમિક અથવા તો ઉચ્ચ માધ્યમિક  (GSHSEB) તેમજ  કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) સરકાર માન્ય  આત્મા નિર્ભર / સ્વાયત્ત  શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં  એડમિશન લીધું છે . તેવા વિદ્યાર્થીઓ  ને આ યોજના નો ફાયદો પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આર્થિક સહાય મળવા યોગ્ય છે. 
  • Namo Saraswati Yojana નો લાભ સરકારી માન્ય સંસ્થા માંથી  ધો-9 અને 10 માં  શિક્ષણ મેળવતા હોય તેવા બધા જ વિદ્યાર્થીઓ તેમ તેમની પરિવારજનોની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થી મિત્રોને આ યોજના મળવા પાત્ર છે. 

Namo Saraswati Yojana માં કેટલી સહાય આર્થિક રીતે મળશે ?

  • નવો સરસ્વતી યોજના દ્વારા  ધો -11 ના  વિદ્યાર્થીઓ માટે વ્યક્તિદીઠ  વાર્ષિક 10,000 તેમજ ધોરણ 12 માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને વ્યક્તિદીઠ વાર્ષિક 15,000ની  નાણાકીય રીતે સરકાર દ્વારા મદદ આપવામાં આવશે. આવી જ રીતે, બે વર્ષ મુજબ  વિદ્યાર્થી  ની વ્યક્તિ દીઠ કુલ  રકમ 25,000 ની નાણાકીય મદદ આપવામાં આવશે . 
  • નમો સરસ્વતી યોજના  વચ્ચે ધોરણ 11 -12 ના શૈક્ષણિક વર્ષ વચ્ચે 10 મહિના   1000 પ્રમાણે  વાર્ષિક 10,000  બંને વર્ષના મળીને કુલ 20,000 આપવામાં આવશે . 
  • અને બાકી ની રકમ 5000 ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી  આપવામાં આવશે.

નમો સરસ્વતી યોજના માટે અરજી કઈ રીતે કરવી?

  • નમો સરસ્વતી યોજના નું સંચાલન ઓફિસિયલ નમો સરસ્વતી પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. 
  • નમો સરસ્વતી યોજના માં રજીસ્ટ્રેશન સ્કૂલ માં દાખલ થયેલ વિદ્યાર્થીઓ  ની સ્કૂલ દ્વારા ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ
  • રજીસ્ટ્રેશન  જ્ઞાન આલોચના  સૂચિત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) ઓફિસિયલ  પોર્ટલમાં કરવામાં આવે છે. તેમજ CTSમાં એડ  થયેલી બધી જ માહિતી ને  નમો સરસ્વતી  ઓફિસિયલ પોર્ટલ પર ખસેડવામાં આવે છે.
  • યોજના મુજબ માપદંડ  ધરાવતાં વિદ્યાર્થીઓને નાણાકીય રીતે મદદ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા  વિદ્યાર્થીની માતાના બૅંક એકાઉન્ટ માં તેમજ જો  માતા ન હોય તો ડાયરેક્ટ  વિદ્યાર્થીના બૅંક એકાઉન્ટમાં નાખવામાં  આવશે. 
  • ધોરણ 11- 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સરકાર ની બીજી કોઈ યોજના દ્વારા શિષ્યવૃતિ નો ફાયદો મળતો હોય તે છતાં નમો સરસ્વતી યોજના નો ફાયદો  મળવા યોગ્ય છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !