પ્રા. શિક્ષકો જિલ્લા ફેર બદલીમાં એક જિલ્લો જ પસંદ કરી શકશે
અત્યાર સુધી બદલી કેમ્પમાં ઉમેદવારને ત્રણ જિલ્લાની પસંદગી કરવાની તક મળતી હતી
- રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમોમાં કેટલાક નવા ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. શિક્ષકોની જિલ્લા ફેર બદલી માટેના હાલના નિયમમાં જિલ્લા પસંદગી વખતે ઉમેદવારને દર્શાવેલા કુલ જિલ્લા પૈકી 3 જિલ્લાની પસંદગી કરવાની તક મળતી હતી. પરંતુ હવે નવા નિયમમાં શિક્ષકો ત્રણના બદલે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરી શકશે. આ ઉપરાંત વધમાં પડેલા શિક્ષકો માટે વધ પરત કેમ્પ યોજવાની નવી જોગવાઈ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
વર્ષ 2024 ના જિલ્લા ફેર બદલી કેમ્પ ની માહિતી
જિલ્લા ફેર ઓનલાઇન કાર્યક્રમ સમય પત્રક 2024
ઓનલાઇન જિલ્લાફેર કેમ્પ સમય પત્રક વિગતવાર સમજો
23/11/2024 થી 25/11/2024 | ખાલી જગ્યાની માહિતી ઓનલાઇન પોર્ટલ માં એન્ટર કરવાની કામગીરી |
26/11/2024 થી 27/11/2024 | અપલોડ કરેલ ખાલી જગ્યા ની જિલ્લા વેરી ફિકેશન |
28/11/2024 થી 30/11/2024 | શિક્ષક દ્રારા જિલ્લા ફેર બદલી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી |
29/11/2024 થી 4/12/2024 | તાલુકા માં અરજી વેરિફેકેશન ,માન્ય અમાન્ય જિલ્લા કક્ષા એ રજુ કરવાની કામગીરી |
29/11/2024 થી 5/12/2024 | જિલ્લા કક્ષા એ અરજી વેરીફાય કરી માન્ય અમાન્ય કારણ સહીત અરજદાર ને જાણ કરવાની કામગીરી |
7/12/2024 | રાજ્ય કક્ષાએ વેરિફિકેશન તથા શિક્ષક દ્રારા કરેલ અરજીઓની સિનિયોરીટી પ્રસિદ્વ કરવાની કામગીરી |
10/12/2024 થી 11/12/2024 | સિનિયોરીટી માં સમાવિષ્ટ શિક્ષકો દ્રારા શાળા પસન્દગી |
13/12/2024 | જિલ્લાફેર બદલી ના ઓર્ડર ઈશ્યુ કરવા |
WHATUP CHENAL | |
WHAT UP GRUP |
જિલ્લા ફેર બદલી જનરલ કેમ્પ બીજો તબબકો
જિલ્લા ફેરબદલી શિક્ષક દ્રારા ફોર્મ ભરવા માટે
જિલ્લા ફેર બદલી પ્રથમ તબબકા નું જિલ્લા ફેર બદલી નું ફોર્મ ભરવા માટે
➡️ વેબસાઈટ લોગીન અહીંયા થી કરો
✅
Important Links 2024
Home page
✓ DPEO/AO Login
✓ TPEO Login
✓ Teacher Transfer Application
✓ https://dpegujarat.in
✓ School Wise Vacancy
જિલ્લા ફેર બદલી ઓર્ડર ઇસ્યુ 2024
હાલ નીચેની લિંક અપડૅટ થઇ રહી છે… જેમાં એપડેટ થઇ ગયું છે તે જ નવી જગ્યાઓ બનાવશે… નહિ તો જૂની યાદી બતાવશે…
Adv. No | District | Action |
1 | Ahmedabad | |
2 | Ahmedabad Corporation | Download |
3 | Amreli | |
4 | Amreli Corporation | Download |
5 | ❤Anand | |
6 | Anand Nagarpalika | Download |
7 | Arvalli❤ new | |
8 | Banaskantha | |
9 | Bharuch Nagarpalika | Download |
10 | Bharuch | Download |
11 | Bhavnagar | |
12 | Bhavnagar Corporation | |
13 | Botad Nagarpalika Download | Download |
14 | Botad | Download |
15 | Chhotaudepur | |
16 | Dahod | |
17 | Dang | Download |
18 | Dwarka | Download |
19 | Gandhinagar | |
20 | Gandhinagar Corporation | Download |
21 | Gir-Somnath new | Download new |
22 | Jamnagar | Download |
23 | Jamnagar Corporation | Download |
24 | Junagadh | |
25 | Kheda | |
26 | Katch | Download |
27 | Mahisagar | |
28 | Mehesana | |
29 | Morbi | Download |
30 | Nadiyad Nagarpalika | Download |
31 | Narmda | Download |
32 | Navsari | |
33 | Navsari Nagarpalika | Download |
34 | Panchmahal | |
35 | Patan❤ | |
36 | ❤Porbandar | |
37 | Rajkot Corporation | Download |
38 | Rajkot | |
39 | Sabarkantha | |
40 | Siddhpur Nagarpalika | Download |
41 | Surat ❤ | |
42 | ❤Surat Corporation | |
43 | Surendranagar | Download |
44 | Tapi ❤ new |
45 | Valsad❤ | |
46 | Vadodara | |
47 | Vadodara nagarpalika | Downlod |
જિલ્લા ફેર બદલી તમામ પ્રમાણ પત્ર અહીંયા નીચે થી downlod કરો
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક અને જિલ્લા ફેર બદલી કેમ્પ દર વર્ષે યોજવામાં આવતા હોય છે. વધ-ઘટ કેમ્પથી બદલી થયેલા શિક્ષકને વધ-ઘટ તથા જિલ્લા આંતરીક બદલી કેમ્પ સહિત કુલ 5 કેમ્પમાં મુળ શાળામાં પરત આવવાની જોગવાઈ હતી. જોકે હવે વધુ એક વધ પરત કેમ્પ યોજવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જે સત્રમાં વધ-ઘટ કેમ્પ થાય એ જ સત્રમાં વધ પરતનો કેમ્પ થશે.
- અરસ-પરસની અરજીઓ એપ્રિલમાં 1થી 15 તારીખના બદલે નિયામકની સુચના અનુસાર થશે. આ સિવાય જિલ્લાફેર એકતરફી ઓનલાઈન બદલી કેમ્પ બે ભાગમાં કરવામાં આવશે. આ બદલી કેમ્પમાં અરજી કરનાર શિક્ષકે પોતાની પસંદગીના કોઈ એક જિલ્લાની પસંદગી કરવાની રહેશે. અગાઉના નિયમમાં ઉમેદવાર પાસે 3 જિલ્લાની પસંદગીની તક હતી. ઉપરાંત જે તે જિલ્લામાં પોર્ટલમાં મળેલી તમામ અરજીઓની 50 ટકા અગ્રતા અને 50 ટકા સિનિયોરીટી મુજબ યાદી જનરેટ કરવામાં આવશે. યાદી મુજબ ખાલી જગ્યાઓ પૈકી પસંદગીની શાળાઓનો ક્રમ આપવાનો રહેશે. શાળા પસંદગી વખતે દંપતિ અગ્રતાના કિસ્સાવાળા શિક્ષકોએ તેઓના પતિ પત્નિને જિલ્લાના જે તાલુકામાં નોકરી કરતા હોય તે શાળાની પ્રથમ પસંદગી કરવાની રહેશે.
આ ઉપરાંત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કુલ ચાર સભ્યોની એક ફરિયાદ નિવારણ સમિતી બનાવેલી છે. જેમાં અધ્યક્ષ નિયામક હોય છે. આ સમિતી નવા ફેરફારો મુજબ માત્ર બદલી પૂરતી જ સિમિત બનાવી દેવાઈ છે. જૂના નિયમ મુજબ શિક્ષકને સેવા વિશષયક બાબત કે મળવાપાત્ર લાભની ફરિયાદ કરી શકતો હતો. પરંતુ હવે માત્ર બદલીને લઈ કોઈ નારાજગી હોય તો જ ફરિયાદ કરી શકશે. આ માટે બદલીના હુકમના 30 દિવસમાં જરૂરી આધાર પુરાવા સાથે નારાજગીના સ્પષ્ટ કારણો સાથે ફરિયાદ કરવાની રહેશે.
- દરેક માસ દરમિયાન કરવામાં આવેલી વહીવટી બદલીઓની આધાર-પુરાવા સહિતની વિગતો તે પછીના તરતના માસની 1થી 5 તારીખ દરમિયાન પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તે વિગતો શિક્ષણ વિભાગને રજૂ કરવાની રહેશે. આ વિગતોની ચકાસણી બાદ શિક્ષણ વિભાગને યોગ્ય જણાશે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલી વહીવટી બદલીના હુકમમાં યોગ્ય ફેરફાર કરી શકાશે. આ અંગે શિક્ષણ વિભાગનો હુકમ આખરી ગણાવામાં આવશે.