Union bank Recruitment 2024: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ પહેલાં અહી અરજી કરો

Union bank Recruitment 2024: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ પહેલાં અહી અરજી કરો

Gujrat
0

 Union bank Recruitment 2024: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નવી ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ પહેલાં અહી અરજી કરો

Union bank Recruitment 2024: જે ઉમેદવારો બેંકમાં નોકરી કરવાનું વિચારી રહ્યા છે તેઓ માટે યુનિયન બેંક દ્વારા સારા સમાચાર આવ્યા છે કેમ કે યુનિયન બેંક દ્વારા 1500 જેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવી છે તેમજ આ ભરતીમાં કોઈ પણ વિષય કે ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવાર અરજી કરી શકે છે તો જો તમે ગ્રેજ્યુએટ છો તો તમારે આ ભરતી વિષે જાણવું જોઈએ.

આ જિલ્લાઓમાં ભરતી થશે | Union bank Recruitment 2024

  • યુનિયન બેંક દ્વારા લોકલ બેંક ઓફિસરની જગ્યાઓ ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી છે, જો આ પદ માટે ટોટલ જગ્યાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં 1500 જેટલી જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતમાં 200 જગ્યાઓ પર ભરતી થશે, ચાલો જાણીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આ 200 જગ્યાઓ ખાલી છે.
  • અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાઓમાં જગ્યા પર ભરતી થશે.

કોણ કોણ ફોર્મ ભરી શકે ?

  • જે ઉમેદવારોએ સરકાર માન્ય કોઈ પણ સંસ્થા માંથી સ્નાતક કરેલું છે તે બધા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે આ ઉપરાંત અનુભવની જાણકારી માટે સતાવાર જાહેરાત જોઈ શકો છો.
  • ઉમર મર્યાદાની વાત કરીએ તો જે ઉમેદવારની ઉંમર 20 વર્ષ થી 30 વર્ષ સુધીની છે તે ઉમેદવારો યોગ્યતા ધરાવે છે.

ફોર્મ ભરવા માટેની તારીખો

જે ઉમેદવારો યોગ્ય લાયકાત અને ઉંમર મર્યાદા ધરાવે છે તે ઉમેદવારો તારીખ 24/10/2024 થી 13/11/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે, ઓનલાઇન અરજી કરવા માટે https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx આ લીંક ઓપન કરી અરજી કરી શકો છો.

ફોર્મ ભરવા માટે અરજી ફી

  • જે ઉમેદવારો જનરલ, ઇડબલ્યુએસ અને ઓબિસી કેટેગરી ધરાવે છે તે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે 850 રૂપિયા ચૂકવવા પડશે અને SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારોને 175 રૂપિયા અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે.

ખાસ નોંધ : જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ એ સૌ પ્રથમ યુનિયન બેંકની સતાવાર વેબસાઈટ https://www.unionbankofindia.co.in/ પરથી સતાવાર જાહેરાત મેળવી લેવી અને તેમાંથી સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ અરજી કરવી.

  • આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો તેમજ આવી જ રીતે સરકારી નોકરીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !