પોસ્ટ ઓફિસના પિનકોડની ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત ? જાણો તેનો 6 અંકનો કોડ શું દર્શાવે છે

પોસ્ટ ઓફિસના પિનકોડની ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત ? જાણો તેનો 6 અંકનો કોડ શું દર્શાવે છે

Gujrat
0

 પોસ્ટ ઓફિસના પિનકોડની ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત ? જાણો તેનો 6 અંકનો કોડ શું દર્શાવે છે


જો તમારે ઘરે કોઈ પાર્સલ મંગાવું હોય કે પછી કોઈને તમારા ઘરનું સરનામું આપવું હોય તો પિનકોડ જરૂરી છે. પિનકોડ દ્વારા તમારા ઘરનું સરનામું શોધવામાં સરળતા રહે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પિનકોડની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યારે કરવામાં આવી. તો આ લેખમાં તેના વિશે જાણીશું.

  • જો તમારે ઘરે કોઈ પાર્સલ મંગાવું હોય કે પછી કોઈને તમારા ઘરનું સરનામું આપવું હોય તો પિનકોડ જરૂરી છે. પિનકોડ દ્વારા તમારા ઘરનું સરનામું શોધવામાં સરળતા રહે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પિનકોડની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યારે કરવામાં આવી.
  • સૌ પ્રથમ જાણી લઈએ કે પિનકોડ શું છે. પિનકોડ એટલે કે "પોસ્ટલ ઇન્ડેક્સ નંબર" એ એક સંખ્યાત્મક કોડ છે જેનો ઉપયોગ ભારતમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમમાં થાય છે. આ છ અંકનો કોડ છે જે દેશની કોઈપણ પોસ્ટ ઓફિસને એક આગવી ઓળખ આપે છે.
  • ભારતમાં પિનકોડની શરૂઆત 15 ઓગસ્ટ, 1972ના રોજ કરવામાં આવી હતી. તે સમયે દેશમાં પોસ્ટલ ડિલિવરી સિસ્ટમ ખૂબ જ મુશ્કેલ હતી અને તેને યોગ્ય સ્થાને ટપાલ પહોંચાડવામાં ઘણો સમય લાગ્યો હતો. આ સમસ્યાના ઉકેલ માટે ટપાલ વિભાગે પિનકોડ સિસ્ટમ લાગુ કરી.
  • પિન કોડ સિસ્ટમને કારણે પોસ્ટને તેના યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં ઓછો સમય લાગે છે. આ ઉપરાંત આ સિસ્ટમ પોસ્ટ ડિલિવરી સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવે છે. પિનકોડના કારણે પોસ્ટલ ડિલિવરી ખોટી જગ્યાએ જવાની શક્યતા ઘણી ઘટી જાય છે.
  • પિનકોડ એ છ અંકનો કોડ છે. આ કોડના પહેલા બે અંકો પોસ્ટલ વિસ્તાર સૂચવે છે, પછીના બે અંકો પોસ્ટલ સર્કલ સૂચવે છે અને છેલ્લા બે અંકો પોસ્ટ ઓફિસ સૂચવે છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !