જાણવા જેવું # હેલ્મેટના રંગો એમ જ નથી હોતા અલગ! તેમાં છુપાયેલું છે એક ખાસ રહસ્ય, જાણો ક્યારે-કોણ-ક્યું પહેરે છે

જાણવા જેવું # હેલ્મેટના રંગો એમ જ નથી હોતા અલગ! તેમાં છુપાયેલું છે એક ખાસ રહસ્ય, જાણો ક્યારે-કોણ-ક્યું પહેરે છે

Gujrat
0

હેલ્મેટના રંગો એમ જ નથી હોતા અલગ! તેમાં છુપાયેલું છે એક ખાસ રહસ્ય, જાણો ક્યારે-કોણ-ક્યું પહેરે છે

Different colors of Safety Helmets : હેલ્મેટના વિવિધ રંગોનો અલગ-અલગ અર્થ છે. કોઈપણ કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકો પોતાની જવાબદારી પ્રમાણે આ હેલ્મેટ પહેરે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, જેથી તેમના હેલ્મેટના રંગથી ઓળખી શકાય કે તે સ્થળે ક્યો વ્યક્તિ હાજર છે તે શું કામ કરે છે. ચાલો જાણીએ આ વિવિધ રંગોના અર્થ.

  • Different colors of Safety Helmets : બાંધકામ હેઠળની ઇમારત પર હાજર લોકો આ સલામતી હેલ્મેટ પહેરે છે. નામ સૂચવે છે તેમ, આ હેલ્મેટ બાંધકામ સાઇટ્સ પર કામદારો અને એન્જિનિયરોની સલામતી માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એટલા માટે તમે કોઈપણ બાંધકામ સાઈટ પર આવા હેલ્મેટ પહેરેલા લોકો જોશો. હવે સવાલ એ થાય છે કે જો હેલ્મેટ સલામતી માટે બનાવવામાં આવે છે તો પછી તેને અલગ-અલગ કલર કેમ આપવામાં આવ્યા?


સફેદ રંગનું સેફ્ટી હેલ્મેટ

જો તમે કોઈ વ્યક્તિને સફેદ રંગનું સેફ્ટી હેલ્મેટ પહેરેલું જોશો તો સમજી લો કે તે વ્યક્તિ એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર વગેરે જેવી સિનિયર કેટેગરીનો છે.

ગ્રીન સેફ્ટી હેલ્મેટ

ગ્રીન હેલ્મેટ સામાન્ય રીતે સાઇટ સેફ્ટી ઓફિસર અથવા ઇન્સ્પેક્ટર દ્વારા પહેરવામાં આવે છે. આ ઉપરાંત તે એવા વ્યક્તિઓ પહેરે છે, જેઓ નોકરીમાં નવા હોય અથવા તાલીમ લઈ રહ્યા હોય.

પીળુ હેલ્મેટ

સાઇટ પર કામ કરતા કામદારો પીળા હેલ્મેટ પહેરે છે. આમાં એવા કામદારોનો સમાવેશ થાય છે જેઓ સાઇટ પર ભારે મશીનરી ચલાવે છે અથવા સામાન્ય બાંધકામ મજૂરી કરે છે.

નારંગી હેલ્મેટ

તે સામાન્ય રીતે મજૂરો પહેરે છે, જેઓ રસ્તાના બાંધકામનું કામ કરતા હોય છે. આ હેલ્મેટ રસ્તા બનાવવાના કામમાં નવા વ્યક્તિને આપવામાં આવે છે.

વાદળી રંગનું સલામતી હેલ્મેટ

વાદળી રંગનું હેલ્મેટ ઇલેક્ટ્રિશિયન અથવા કારપેન્ટર પહેરે છે.

ગ્રે રંગનું સલામતી હેલ્મેટ

ગ્રે રંગનું સલામતી હેલ્મેટ વિઝિટર્સ અથવા ક્લાયન્ટને પહેરાવામાં આવે છે. કેટલીક સાઈટ પર ગુલાબી રંગના હેલમેટ પણ ઉપલબ્ધ છે. આ એટલા માટે હતું કે જો કોઈ વ્યક્તિ તેની હેલ્મેટ ક્યાંક ભૂલી ગયો હોય તો તે તે દિવસ માટે ગુલાબી હેલ્મેટ પહેરી શકે છે.

લાલ રંગનું હેલ્મેટ

લાલ રંગનું હેલ્મેટ ફાયર ફાઈટર્સને પહેરવામાં આવે છે.

જાણવા જેવું:

ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડ નો અર્થ શું છે ? Need to know: What does this code written on the gas cylinder mean?





Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !