આજનું જાણવા જેવું દરિયાઈ જીવસૃષ્ટિ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે. આ દરિયામાં દરિયાઈ જીવસૃષ્ટિ હોવાથી તેના રક્ષણ માટે મરીન નેશનલ પાર્ક પણ જાહેર કરવામાં આવ્યો છે.
- પ્રવાસીઓ ખૂબ જ નજીકથી દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળી શકે છે.. સામાન્ય રીતે દરિયાઈ અભયારણ્યમાં દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાનો આનંદ લેવા માટે પ્રવાસીઓએ સ્કુબા ડાઈવિંગ કરવું પડતું હોય છે, પરંતુ પિરોટન ટાપુ એવો ટાપુ છે કે અહીં પ્રવાસી ઓટના સમયે પગપાળા ચાલી નરી આંખે દરિયાઈ જીવસૃષ્ટિ જોવાનો આનંદ ઉઠાવી શકે છે. અહીં રેતાળ રણ, પથ્થરો વચ્ચે વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નજારો જોવા મળે છે,
જેમાં પરવાળા, ઓક્ટોપસ, સમુદ્ર ફુલ, જેલી ફિશ, દરિયાઈ કીડા, ઢોંગી માછલી, દરિયાઈ ગોકળગાય, 108 જાતની લીલ, 80 જાત દરિયાઇ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળા, 27 જાતના ઝીંગા, 20 વધુ જાતના કરચલા, શંખલા, છીપલાં 200થી વધુ જાતનાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 પ્રકારની માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઇ સાપ, 94થી વધુ જાતનાં પાણીનાં પક્ષીઓ, 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓ ચેરનાં વૃક્ષો સહિતની અસંખ્ય જીવ સૃષ્ટિઓ જોવા મળે છે.