જાણવા જેવું # જિલ્લા પંચાયત //To Know # District Panchayat

જાણવા જેવું # જિલ્લા પંચાયત //To Know # District Panchayat

Gujrat
0

 જાણવા જેવું # જિલ્લા પંચાયત //To Know # District Panchayat 

જાણવા જેવું  જિલ્લાપંચાયત  :અહીંયા મેં જાણવા જેવું માં જિલ્લાપંચાયત ની માહિતી મૂકી છે .આ માહિતી વિધાર્થી ને ખુબજ ઉપયોગી નીવડશે .વળી ગુજરાત રાજ્યની સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે .આપણા ગુજરાત રાજ્યની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં પંચાયતી માળખું પુછાતું હોય છે .આ માહિતી જનરલ નોલેજ માટે પણ ઉપયોગી છે .તો ચાલો  જોઈએ માહિતી જિલ્લા પંચાયતની.  

👉સભ્ય

💥૩૨ થી ૫૨ (૧ લાખની વસ્તીદીઠ વધુ ૨ બેઠકોનો વધારો

👉વહિવટી વડા

💥જિલ્લા વિકાસ અધિકારી (ટી.ડી.ઓ.)

👉જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ નક્કી કરવાના અધિકાર 

💥વિકાસ કમિશનર

ગ્રામ પંચાયત વિષે અહીંયા થી જાણો 

CLICK HERE 

તાલુકા પંચાયત અહીંયા થી જાણો 

CLICK HERE

💥જિલ્લાપંચાયત માં મહિલા અનામત  :

  •  મહિલા : ૫૦%, ઓ.બી.સી ૧૦% SC/ST - વસ્તી આધારે (વિ.કમિશનર નક્કી કરે )

💥 પ્રથમ બેઠકમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ ની ચૂંટણી કરવામાં આવે છે.

જિલ્લા પંચાયત ની સમિતિઓ નીચે મુજબ છે .

જિલ્લા પંચાયતની નીચે મુજબની સાત સમિતિઓની રચના ફરજીયાત કરવાની હોય છે 

  1.   👉કારોબારી સમિતિ 
  2.   👉સામાજિક ન્યાય સમિતિ 
  3.   👉શિક્ષણ સમિતિ 
  4.   👉જાહેર આરોગ્ય સમિતિ
  5.   👉અપિલ સમિતિ 
  6.   👉જાહેર બાંધકામ સમિતિ જાહેર 
  7.   👉વીસ મુદ્દા અમલીકરણ સમિતિ 

કારોબારી સમિતિ

 જિલ્લા પંચાયતની સૌથી મહત્વની અને સૌથી વધુ સત્તાવાળી સમિતિ

સભ્ય : 

👉 સભ્ય વધુ માં વધુ ૯ અને ઓછામાં ઓછા ૫ (મુદ્દત ૨ વર્ષ)

👉કાર્યો:- નાણાકીય બાબતને લગતા તમામ કાર્યો

👉અંદાજપત્રમાં મંજુર થયા પ્રમાણે જુદા જુદા કામો માટે નાણાનો ખર્ચ થાય તે માટે દેખરેખ રાખે છે.

👉જિલ્લા ગૃહરક્ષક અને ગ્રામ રક્ષક દળને લગતા તમામ કામો સંભાળે છે.

👉સામાજિક ન્યાય સમિતિ : સામાજીક ન્યાય સમિતિને સોંપાયેલ તેવું કોઈ કામ કારોબારી સમિતિ હાથ ધરી શકતી નથી.

👉કારોબારી સમિતિઓ પોતાના સભ્યોમાંથી વધુમાંવધુ ૨ પેટા સમિતિઓ નીમી શકે છે.


👉સામાજિક ન્યાય સમિતિ :

👉સભ્ય  5 

👉મુદત : જિલ્લા પંચાયત જેટલી 

જિલ્લા આયોજન સમિતિની તાલુકાવાર પેટા સમિતિ :

💥સભ્ય : ઓછા ઓછા 7 

  • 1.અધ્યક્ષ .:- તાલુકા પંચાયત પ્રમુખ 
  • 2. ઉપાધ્યક્ષ :-પ્રાંત અધિકારી /ડેપ્યુટી DDO
  • 3.ત્રીજો સભ્ય :- તાલુકાનો ધારાસભ્ય 
  • 4.જિલ્લા પંચાયતનો સદસ્ય
  • 5. સામાજિક ન્યાય સમિતિનો અધ્યક્ષ 
  • 6.મામલતદાર
  • 7.ટી.ડી.ઓ
જાણવા જેવું 
 → સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ ની મુદ્દત ૫ વર્ષની રહેશે બાકી તમામ સમિતિની મુદ્દત ૨ વર્ષ
→ પંચાયતનો કોઈપણ સભ્ય ૨ થી વધુ સમિતિઓનો સભ્ય બની શકે નહિં.
 → પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિઓનો અધ્યક્ષ બંને હોદ્દા પર એકસાથે રહી શકાય નહી. 
→સામાજિક ન્યાય સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, બાંધકામ સમિતિ અને અપીલ સમિતિ તથા ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિમાં ૫ સભ્યો અને કારોબારી અને શિક્ષણ સમિતિમાં ૭ થી ૯ સભ્યો રહેશે. 

💥સંવિધાનના ૪૪ મા સુધારા વડે કલમ ૨૩૪ (ઉ) ની ૧૨મી સુચિ અંતર્ગત ૧૮ કાર્યો નું જવાબદારી નગરપાલિકા- મહાનગરપાલિકાની રહે છે. જ્યારં પંચાયતની સંસ્થાઓ માટે ૨૯ વિષયો રાખવામાં આવ્યા છે.

👉 પંચાયતી રાજની સંસ્થાઓને સ્થગિત રાખી શકાય નહીં. તેનું કોઈપણ પદ ખાલી હોય તો ૬ મહિના માં ચૂંટણી કરાવી અનિવાર્ય છે. આ સંસ્થાઓને પોતાના અધિકાર ક્ષેત્રમાં નવા કર લાદવાની સત્તા છે. વિવિધ કાર્યોનું વહન કરવા માટે પંચાયતી રાજ માં બે સમિતિઓની રચના કરવામાં આવે છે. જે સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટિ) અને વિભાગીય સમિતિ (વોર્ડ કમિટિ)ના નામે ઓળખાય છે



૨૦ મુદ્દાનો અમલીકરણ કાર્યક્રમ

👉તારીખ ૧-૪-૧૯૭૮ થી ૨૦ મુદ્દાનો અમલીકરણ કાર્યક્રમ ગુજરાતમાં કાર્યરત છે. જિલ્લા આયોજન સમિતિમાં કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ માંથી ૩૦ થી ૫૦ સભ્યો નિયુક્ત થાય છે. તેના અધ્યક્ષ તરીકેજિલ્લાના વિધાનસભાના સભ્ય પ્રભારી મંત્રી તરીકે કાર્ય તરીકે છે.

અન્ય સમિતિ 

  1.  ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ (સભ્ય સંખ્યા - ૫ ) મુદત - ૧ વર્ષ 
  2.  મહિલા, બાળવિકાસ અને યુવા વિકાસ સમિતિ (સભ્ય સંખ્યા-૫) મુદ્દત - ૧ વર્ષ 
  
 જિલ્લા પંચાયતને કરવાની અપીલ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને લખીને તેમને રૂબરૂમાં આપવાની અથવા રજિસ્ટાર્ડ ટપાલથી મોકલવાની હોય છે. મુકરર તારીખે અપીલની સુનાવણી કરવામાં આવે છે.




સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે.www.gujratihelptohelp.com એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે જનરલ નોલેજ ,જાણવા જેવું ,ગુજરાત રાજ્ય વિષે અને સ્પર્ધાત્મક પરીક્ષા , પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !