માણસનું મગજ શરીરના કોઈ પણ અંગ કરતાં વધારે જટિલ છે અને હજી એને પૂરેપૂરું સમજી શકાયું નથી. હજી એવું ઘણું હશે જે આપણે જાણતા નહીં હોઈએ. અહીં કેટલીક રસપ્રદ વાતો જોઈએ.
યુગોથી માનવ મસ્તિષ્કે લોકોને અચરજમાં રાખ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ એમની આખી જિંદગી મગજ કેમ કામ કરે છે તે સમજવામાં ગાળી છે. માનવશરીરના આ કલ્પનાતીત અંગ વિશે જાણીને આનંદ અનુભવીએ તેમાં નવાઈ નથી. અહીં નીચે કેટલીક હકીકતો આપીએ છીએ, જેથી ખ્યાલ આવશે કે મગજ કેમ કામ કરે છે, કેમ એનો વિકાસ થાય છે, એ શાનું નિયંત્રણ કરે છે, એ કઈ રીતે ઊંઘ લાવે છે, સપનાં જૂએ છે, યાદ રાખે છે અને એવી બીજી ઘણીયે વાતો છે. એ જાણવાની ખરેખર મઝા આવશે.
- 1. મગજ અને શરીરનાં બીજાં અંગો વચ્ચે વહેતા સંદેશ કલાકના 270 કિલોમીટરથી વધારે ઝડપથી જતા હોય છે.
- 2. મગજ માત્ર 10 વૉટના બલ્બ જેટલી જ ઊર્જા વાપરે છે.
- 3. મગજના કોશ પાંચ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જેટલી માહિતી સંઘરી શકે છે.
- 4. તમારા લોહીમાં પ્રવેશતા ઑક્સીજનનો પાંચમો ભાગ તો મગજ વાપરે છે.
- 5. મગજ દિવસ કરતાં રાતે ઘણું વધારે સક્રિય હોય છે.
- 6. વૈજ્ઞાનિકો કહે છે કે I.Q. ઊંચો હોય તો સપનાં વધારે આવે.
- 7. ન્યૂરોન આખી જિંદગી પાંગરતા રહે છે.
- 8. અલગ અલગ પ્રકારના ન્યૂરોનમાં માહિતીની ગતિ એકસરખી નથી હોતી.
- 9. મગજને પોતાને પીડા નથી થતી.
- 10. મગજ એટલે 80 ટકા પાણી!.
મગજની સામાન્ય ખાસિયતો
વજનઃ મગજનું વજન લગભગ 1 કિલો 360 ગ્રામ હોય છે.
ચામડીઃ તમારી ચામડીનું વજન મગજના વજન કરતાં બમણું હોય છે.
રંગઃ મગજનો 60 ટકા ભાગ સફેદ અને 40 ટકા ભાગ રાખોડી હોય છે.
ન્યૂરોનઃ મગજમાં 100 અબજ ન્યૂરોન હોય છે.
સાઇનૅપ્સઃ દરેક ન્યૂરોનના 1000 થી માંડીને 10000 સાઇનૅપ્સ (ન્યૂરોનના વીજળી કે રાસાયણણિક સંકેતને બીજા કોશ સુધી જવા દેતું તંત્ર) હોય છે.
સૌથી મોટું મગજઃ હાથીનું મગજ માણસના મગજ કરતાં કદમાં મોટું હોય છે, પણ શરીરની સાથે સરખાવીએ તો માનસનું મગજ શરીરના વજનના 2 ટકા જેટલું હોય છે જ્યારે હાથીનું મગજ માત્ર 0.15 ટકા જેટલું હોય છે. આમ માણસનું મગજ શરીરની તુલનામાં બધાં પ્રાણીઓમાં મોટું છે.
રક્તવાહિનીઓઃ મગજમાં આવેલી રક્તવાહિનીઓની કુલ લંબાઈ 16000 કિલોમીટર છે.
ચરબીઃ મગજ શરીરનું જાડામાં જાડું અવયવ છે. એમાં 60 ટકા જેટલી ચરબી હોય છે.
નવજાત શિશુના મગજની વૃદ્ધિઃ નવજાત શિશુનું મગજ પહેલા વર્ષમાં વધીને ત્રણગણું થાય છે.
વૃદ્ધિ ક્યારે અટકેઃ તમે 18 વર્ષના થાઓ ત્યારે મગજની વૃદ્ધિ અટકી જાય છે.
બાળકની શીખવાની ક્ષમતાઃ બાળકને નવું શીખવાનું પ્રોત્સાહન મળે તેવા વાતાવરણની જરૂર હોય છે. સારું વાતાવરણ મળે તો એની ક્ષમતા ૨૫ ટકા વધી જાય છે, એથી ઉલટી સ્થિતિમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થાય છે.
નવા ન્યુરોનઃ માણસના મગજમાં માનસિક સક્રિયતા પ્રમાણે આખી જિંદગી નવા ન્યુરોન બનતા રહે છે.
મોટેથી વાંચોઃ બાળક સમક્ષ મોટેથી વાંચવાથી અને એની સાથે વાત કરવાથી એના મગજનો વિકાસ થાય છે.
લાગણીઓઃ આનંદ, સુખ, ભય અને શરમ-સંકોચ જેવી લાગણીઓ જન્મ સાથે જ વિકસ્સી ચૂકી હોય છે. આ લાગણીઓનો વિકાસ શી રીતે થાય છે તેનો આધાર એના ઉછેર પર રહે છે.
સ્પર્શેન્દ્રીયનો વિકાસઃ ગર્ભમાં સૌથી પહેલાં સ્પર્શેન્દ્રીયનો વિકાસ થાય છે. આઠ અઠવાડિયાંનો જીવ એના હોઠ અને ગાલ દ્વારા સ્પર્શનો અનુભવ કરે છે. 12 અઠવાડિયાં સુધી પહોંચતાં એનું આખું શરીર સ્પર્શને જાણી શકે છે.
દ્વિભાષી મગજઃ પાંચ વર્ષથી નાની ઉંમરે જે બાળકો બે ભાષા શીખે છે તેમના મગજની સંરચનામાં ફેરફાર થાય છે અને પુખ્ત વયે એમના મગજમાં રાખોડી રંગનો ભાગ વધારે હોય છે.
બાળક સાથે જાતીય દુરાચારઃ અધ્યયનો પરથી જણાયું છે કે બાળક સાથે જાતીય દુરાચાર થાય તો એમના મગજના વિકાસ પર અવળી અસર પડે છે અને આ અસર કાયમી હોય છે
12. મગજનાં કાર્યોઃ
આપણે મગજનાં ન દેખાતાં કાર્યો વિશે જાણ્યું, હવે કેટલાંક દેખાતાં કાર્યો જોઈએઃ
લોહીઃ મગજ ઑક્સીજનની જેમ લોહી પણ સૌથી વધારે વાપરે છે. શરીરમાં ફરતા લોહીમાંથી 20 ટકાનો ઉપયોગ મગજ કરે છે.
બેભાન થઈ જવું: મગજ માત્ર આઠ કે દસ સેકંડ માટે લોહી ગુમાવે તો તમે બેભાન થઈ જશો.
બગાસાં: એમ માનવામાં આવે છે કે બગાસું મગજને વધારે ઑક્સીજન પહોંચાડે છે. આ રીતે એ એને વધારે ચપળ અને જાગૃત બનાવે છે.
માત્ર 10 ટકા?: માણસ પોતાના મગજનો માત્ર 10 ટકા ઉપયોગ કરે છે એ જૂની માન્યતા સાચી નથી. મગજના દરેક ભાગનાં કામો જાણી શકાયાં છે.
મગજનું મૃત્યુઃ મગજ 4-6 મિનિટ ઑક્સીજન વગર જીવી શકે છે અને પછી મરવા લાગે છે. ઑક્સીજન 5-10 મિનિટ ન મળે તો મગજને કાયમી નુકસાન થાય છે..
આકરામાં આકરો તાવઃ હવે ક્યારેક, ન કરે નારાયણ,ને માંદા પડો તો યાદ રાખશો કે માંઅસમાં આકરામાં આકરો તાવ 115.7 ડિગ્રી સેલ્શિયસનોંધાયો છે અને તેમ છતાં દરદી જીવતો રહ્યો છે..
સ્ટ્રેસ (દબાણ): વધારે પડતો સ્ટ્રેસ (માનસિક દબાણ) અનુભવીએ તો એ મગજના કોશો, મગજની સંરચના અને કાર્યકલાપમાં ફેરફાર કરી નાખે છે.
લવ હૉર્મોન્સ અને ઑટીઝમઃ ઑક્સીટોસિન નામનો હૉર્મોન મગજમાં પ્રેમની લાગણી પેદા કરે છે. ઑટીઝમનો શિકાર બનેલાં બાળકો અમુક ક્રિયાઓ વારંવાર કર્યા કરે છે. પરંતુ એમને આ લવ હૉર્મોન આપવાથી આવી વર્તણૂક પર કાબૂ મેળવવામાં ફાયદો દેખાયો છે.
આહાર અને બુદ્ધિમત્તાઃ ન્યૂ યૉર્કમાં દસ લાખ નિશાળિયાં બાળકોની આહારની પસંદગી વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો. એમાં જણાયું કે જે બાળકો લંચમાં કૃત્રિમ સ્વાદ, પ્રીઝર્વેટિવ ( આહારને લાંબો વખત ટકાવી રાખવા માટે ઉમેરાતા પદાર્થો) અને રંગ ઉમેરેલા હોય તેવા આહાર લંચમાં લેનારાં બાળકોની સરખામણીએ જે બાળકો આવા આહાર વિના લંચ લેતાં હોય છે તેમનો IQ ૧૪ ટકા વધારે સારો હોય
જાણવા જેવું વધુ
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014
5000 હિન્દી પ્રશ્ની
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય
WHAT UP JOIN NOW
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા | |
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013 | |
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014 | |
5000 હિન્દી પ્રશ્ની | |
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો | |
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો |
|
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય | |
WHAT UP JOIN NOW |
ચાલો નવું જાણીએ..!
- 💥 ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા ?
- 👉🏿 શ્રી અમરસિંહ ચૌધરી
- 💥 નર્મદા કોર્પોરેશન (નિગમ) ની રચના કોણે કરી હતી ?
- 👉🏿 શ્રી અમરસિંહ ચૌધરી
- 💥 નર્મદા કોર્પોરેશન (નિગમ) ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
- 👉🏿 શ્રી સનત મહેતા
- 💥 ગુજરાતની અસ્મિતા માટે કયા મુખ્યમંત્રીએ કાર્યો કર્યા ?
- 👉🏿 શ્રી શંકરસિંહ વાઘેલા
- 💥 ગુજરાતમાં 'ગોકુળગામ યોજના' કોણે શરૂ કરી ?
- 👉🏿 શ્રી કેશુભાઈ પટેલ
*