પૃથ્વી પરના પ્રાણી, પક્ષીઓ, જળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે. દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ છે.અહીંયા મેં લોહી વિષે જાણકારી આપી છે . જે આપના જ્ઞાન માં વધારો કરશે .
લોહી વિષે જાણવા જેવું
લોહી હિમોગ્લોબીન તત્વને કારણે લાલ દેખાય છે. લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને તેને તરતાં રાખનાર પ્રવાહી પ્લાઝમાં હોય છે. લોહી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે. શરીરની રકત વાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહી લાખો કિલોમીટરનું અંતર કાપે છે.
- ✅માણસના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહીનો છે.
- ✅લોહીમાં રહેલા રક્તકણો 120 દિવસ જીવે છે અને તે નાશ પામીને નવા બને છે. આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાઈ ગયેલા હોય છે.
- ✅જુદા જુદા માણસોના લોહીનું બંધારણ જુદુ જુદું હોય છે. તે અલગ ગ્રુપથી ઓળખાય છે.
- ✅લોહી અન્ય જરૂરિયાતવાળા દર્દીને આપી શકાય છે.
- ✅લોહીમાં રહેલા શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે.
- ✅રક્તના સમગ્રતયા પ્રમાણની દૃષ્ટિએ લાલ રક્તકણો 45%,
- ✅પ્લાઝ્મા લગભગ 54.3%, અને શ્વેત કણો લગભગ 0.7% જેટલા હોય છે.
- ✅સમગ્ર લોહી (પ્લાઝમા અને કણો) નોન-ન્યૂટોનિયન પ્રવાહી ગતિશાસ્ત્ર દર્શાવે છે;
- ✅નાની રક્તવાહિનીઓમાંથી અસરકારક પ્રવાહ અને તેના (લોહીના) પ્લાઝમા દ્વારા લઘુતમ અવરોધ માટે તેની પ્રવાહ લાક્ષિણકતાને લેવામાં આવી છે.
લોહી શરીરની અંદર ઘણી મહત્વની કામગીરીઓ
લોહી શરીરની અંદર ઘણી મહત્વની કામગીરીઓ બજાવે છે. જેવી કે,
👉પેશીને પ્રાણવાયુ પૂરો પાડવો (લાલ રક્તકણોમાં હિમોગ્લોબિનનું વહન થાય છે)
👉શર્કરા, એમિનો એસિડ( અને ફેટી એસિડ જેવા પોષક તત્વોનો પુરવઠો આપે છે (જે રક્તમાં અથવા પ્લાઝમા પ્રોટીન((દા.ત., રક્ત તત્વોમાં વિલિન થતા હોય છે)
👉કાર્બન ડાયોક્સાઇડ, યુરિયા અને લેક્ટિક એસિડ જેવા કચરાનો નિકાલ
👉રોગપ્રતીકારક કાર્યવાહી, જેમાં શ્વેત રક્તકણોના વહન અને એન્ટિબોડી(બાહ્વ રોગનાં જંતુઓનો સામનો કરનારાં
👉લોહીનાં, પ્રતિદ્રવ્યો)દ્વારા બાહ્ય પદાર્થની ઓળખવાનો સમાવેશ થાય છે.
👉લોહીનું ગંઠાવું, કે જે શરીરની સ્વ-ઉપચાર પ્રક્રિયાનો એક ભાગ છે (ઈજા સમયે રક્તને વહી જતું અટકાવવા માટેની લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા)
👉સંદેશાવાહકના કાર્યોમાં અંતઃસ્ત્રાવો અને પેશીને નુકસાનના સંકેત આપવાનો સમાવેશ થાય છે.
👉શરીરનું નિયંત્રણ pH (શરીરનું સામાન્ય pH લોહી 7.35–7.45ની શ્રેણીમાં હોય છે)[૩] (જે માત્ર 0.1 pH એકમને આવરે છે)
👉શરીરના તાપમાનના નિયંત્રણની મુખ્ય કામગીરી
👉પ્રવાહી સંચાલન કામગીરી
ક્યું બ્લડ ગ્રુપ હોય છે દુર્લભ:
બ્લડ ગ્રુપના અલગ અલગ પ્રકાર એક સરખા નથી જોવા મળતા. A પોઝિટિવ અને O પોઝિટિવ બ્લ્ડ ગ્રુપમાં ઘણાં અંતરે સામાન્ય હોય છે. લગભગ 70 ટકા માણસોમાં આ બે જ બ્લડ ગ્રુપ જોવા મળતા હોય છે. જ્યારે AB નેગેટિવ બ્લડ ગ્રુપ ખુબ જ દુર્લભ માનવામાં આવે છે. આ બ્લડ ગ્રુપના 100માંથી એક બે વ્ચક્ત જોવા મળે છે. એટલે આવા બ્લડની જરૂર પડે ત્યારે ખુબ જ મુશ્કેલી ઊભી થતી હોય છે
જાણવા જેવું વધુ
ગુજરાતી ક્વિઝ પ્રશ્ન પુસ્તિકા |
|
ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તિકા |
|
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2012 |
|
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2013 |
|
સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર 2014 |
|
5000 હિન્દી પ્રશ્ની |
|
પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો |
|
પંચાયતી રાજ અગત્ય ના પ્રશ્નો |
|
ભારત માં 16 મહાજન પદ// ગણ રાજ્ય |
|
WHAT UP JOIN NOW |