પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો //#Important questions about Panchayati Raj and Local Swaraj

પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ વિષે અગત્યના પ્રશ્નો //#Important questions about Panchayati Raj and Local Swaraj

Gujrat
0

પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ  વિષે અગત્યના પ્રશ્નો

પંચાયત રાજ એક એવી સરકારી પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. "રાજ"નો શાબ્દિક અર્થ "શાસન" અથવા "સરકાર" થાય છે.

ભારતમાં પંચાયતી રાજનો ઉદભવ અને વિકાસ :

    વૈદિકકાળ થી ગામડાને મુળભૂત એકમ ગણવામાં આવે છે. ગ્રામપંચાયતનું અસ્તિત્વ પણ તેટલું જ પૌરાણિક છે.ઋગ્વેદ અને અથર્વવેદ માં જાહેર પ્રશ્નોની ચર્ચા કરી સભા નિર્ણય લેતી. પ્રાચીન ભારતમાં દરેક ગામ એક નાનકડું પ્રજાસત્તાક હતું તેમાં ગ્રામસભા વહિવટનું અગત્યનું અંગ ગણાતી.મહાભારતના શાંતિ પર્વમાં અને મનુસ્મૃતિમાં ગ્રામસભાના ઘણા ઉલ્લેખો જોવા મળે છે.બૌદ્ધ જાતક કથાઓ માં પણ ગ્રામસભાનો ઉલ્લેખ છે.ભારતમાં ગ્રામસમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ 'ગુપ્તશાસન' દરમ્યાન થયો, તે વખતે તેને 'પંચમકલીઓ' કે 'ગ્રામજન પદો ’ તરીકે ઓળખવામાં આવતા.ઉત્તર મેરૂ ગામમાંથી મળી આવેલ શિલાલેખોમાં પાંચ સમિતિઓનો ઉલ્લેખ જોવા મળે છે.સાતમી સદીની શરૂઆતમાં રાજસ્થાન માં પંચકૂળ નું લખાણ મળે છે, આવા જ ઉલ્લેખ કર્ણાટક ના ગંગ અભિલેખોમાં જોવા મળે છે.

    આ પણ જાણો ગ્રામ પંચાયત વિષે 

    👉સૌથી પહેલા ઈંગ્લેન્ડ ના ધોરણે 1688 માં મ્યુનિસિપલ કોર્પોરેશન ની રચના મદ્રાસ માં થઇ 

    👉1726 માં ચાર્ટર એક્ટ પસાર કરી મદ્રાસ ,કલકત્તા અને મુંબઈ માં મ્યુનિસિપલ કોર્પોરેશન ની રચના કરવામાં આવી .

    સ્થાનિક સ્વરાજના પિતા   👉 લોર્ડ રિપન છે . 

    👉રિપને  1882 માં સ્થાનિક સ્વરાજ  સંસ્થાઓ ના સિદ્ધાંત નક્કી કર્યા .

    1889 માં બોમ્બે સેનીટેશન એકટ પસાર કર્યાં . 

    👉1907 માં રોયલ કમિશન : વિકેન્દ્રીયકરણ ની ભલામણો કરી તેમને ગામના કુવા ઓ , તળાવ ,ધર્મશાળા ,બજાર ,પશુઓ  વિગેરે માટે અલાયદી વ્યવસ્થા માટે સૂચવ્યું .

    👉ગ્રામ પંચાયત   કલમ 40 માર્ગદર્શક સિદ્ધાંતો : સ્વ શાશન માટે ગ્રામ પંચાયતો ને સત્તાઃ અને અધિકાર 

    👉   જવાહર લાલ નહેરુ ના હસ્તે 2 ઓક્ટોમ્બર ,1959 માં રાજસ્થાન ના નાગોર ખાતે પ્રસ્થાપિત થયો ,અને તેને "સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓ" પણ કહેવામાં આવે છે 

    પંચાયતી રાજ ગુજરાત માં 

    પંચાયતીરાજ અંગેની બળવંતરાય મહેતા સમિતી દ્વારા જે ભલામણો રજુ કરવામાં આવી તેમાં રાજ્યોએ પોતાની પરિસ્થિતિને નજરમાં રાખીને અનુકૂળ ફેરફાર કર્યા, અને ધીમે ધીમે તમામ રાજ્યોએ પંચાયતીરાજ લાગુ કરવાનું શરૂ કર્યુ. સૌ પ્રથમ રાજસ્થાન ત્યાર બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પછી આસામ, કર્ણાટક અને ઓરિસ્સા ત્યારબાદ, ગુજરાત, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોએ પોતપોતાના રાજ્યોમાં પંચાયતી રાજ દાખલ કર્યું.

    💢ગુજરાતે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાનાં સમયમાં ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૬૧ પસાર કર્યો. અને ૧ એપ્રિલ, ૧૯૬૩ના રોજ પંચાયતી રાજ લાગુ કર્યું. પરંતુ કાળ ક્રમે પંચાયતીરાજમાં કોઈ ઝાઝો સુધારો દેખાયો નહિ.૧૯૭૭માં મોરારજી દેસાઈના વડાપ્રધાન પદે પ્રથમ બિન કોંગ્રેસ સરકારી સત્તા સ્થાને આવી ત્યારે પંચાયતીરાજ એક સમિતિ નીમી.

    અશોક મહેતા સમિતિની મુખ્ય ભલામણો :

    બંધારણમાં જરૂરી સુધારા કરીને સ્થાનિક સરકારની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો જોઈએ.

    સ્થાનિક સંસ્થાઓની ચુંટણી નિયમિત સમયાંતરે કરવી જોઈએ. 

    ત્રિસ્તરીયના બદલે દ્વિસ્તરીય પંચાયત 

    જિલ્લા પરિષદ કે પંચાયતની રચના સીધી ચૂંટણીથી થવી જોઈએ.

     તમામ વિકાસની પ્રવૃતિઓ જિલ્લા પરિષદને સોંપવી.

    પંચાયતોને સુપર સીડ કરવાની સત્તા મર્યાદિત કરવી.

     ન્યાય પંચાયત અને સામાજિક ઓડિટની વ્યવસ્થા દાખલ કરવી.

    મારી સાથે what up થી જોડાઓ 

    મારી સાથે teligrem  થી જોડાઓ 


    ૬૪મો બંધારણીય સુધારો


    રાજીવગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે ૧૯૮૯માં ૬૪મો બંધારણીય સુધારો સંસદમાં રજૂ કર્યો.

    આ ખરડાની મુખ્ય જોગવાઈ નીચે મુજબ હતી.

    • → તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતની રાજની સ્થાપના.
    • → સીધી ચુંટણીથી તમામ બેઠકો ભરવી.
    • → અનુસૂચિત જાતિ / જન જાતિ માટે વસતિનાં પ્રમાણમાં અનામત બેઠકો.
    • → સ્ત્રીઓ માટે ૩૦% અનામત.
    • → પંચાયતોની મુદ્દત પાંચ વર્ષની, જો સુપરસીડ થાય તો ૬ મહિનામાં નવી ચુંટણી 
    • દર ૫ વર્ષે રાજ્ય નાણાપંચની નિમણૂક.
    • તમામ પંચાયતોની ચૂંટણીનું સંચાલન ભારતનાં ચૂંટણીપંચનાં અંકુશ હેઠળ થાય.તમામ પંચાયતોનાં હિસાબનું ઓડિટ ભારતનાં કટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા થાય.

    રાજ્યસભામાં પૂરતા મત નહિ મળવાના કારણે તે નિરર્થક નીવડ્યું.ત્યારબાદ વી.પી.સિંઘ સરકારે થોડો-ઘણો પ્રયત્ન કર્યો. પરંતુ ખરડો વિચારણામાં લેવાય તે પહેલાં જ લોકસભાનું વિસર્જન થયું.નવેસરથી લોકસભાની ચુંટણી થઈ તેમાં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. તેમણે સંસદમાં બંને ગૃહોમાં બંધારણનો ૭૩ મો સુધારો અધિનિયમ ૧૯૯૨ પસાર કરાવ્યો. તે ૧૧મી અનુસૂચિ ઉમેરવામાં આવી


    મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !