બુદ્ધિ,બુદ્ધિમાપન,વ્યાખ્યાઓ Intelligence, Intelligence measurement, Definitions

બુદ્ધિ,બુદ્ધિમાપન,વ્યાખ્યાઓ Intelligence, Intelligence measurement, Definitions

Gujrat
0

 બુદ્ધિ,બુદ્ધિમાપન,વ્યાખ્યાઓIntelligence, Intelligence measurement, Definitions

સામાન્ય રીતે બુદ્ધિ એટલે માનસિક સજાગતા, શીખવાની ઝડપ, ચપળતા, તર્ક કરવાની શક્તિ, કુદરતી માનસિક બક્ષિસ, વિચાર શક્તિ, સુઝ, વિવેક શક્તિ, ગ્રહણ શક્તિ વગેરે.

વિશાળ અર્થમાં કહીએ તો બુદ્ધિ એટલે આપેલી માહિતીથી આગળ જવાની અને અનુભવમાંથી લાભ ઉઠાવવાની શક્તિ

    વ્યાખ્યાઓ:

    બીને અને સાયમન :- બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની સારી રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની શક્તિ. 

    ટર્મેન :- વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમુર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે.

    બુદ્ધિમાપન

    બુદ્ધિ માપન માટે પહેલા માનસિક વય અને બુદ્ધિઆંકનો ખ્યાલો સમજવા પડે.

     વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે. તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે એની માનસિક વય દા.ત. કોઈ કસોટીના દરેક સાચા ઉતર દીઠ બે માસની માનસિક વય ગણવામાં આવે અને તે વ્યક્તિએ ૫૪ સાચા ઉતર આપ્યા હોય તો તેની માનસિક વય ૧૦૮ માસની એટલે કે નવ વર્ષની ગણાય.

    શારીરિક વય એટલે વ્યક્તિની જન્મતારીખ પ્રમાણે ગણાતી ઉંમર

     જો બાળકની માનસિક વય અને શારીરિક વય સરખી હોય તો બુદ્ધિ આંક ૧૦૦ આવે છે જો ૬ વર્ષના બાળકની ६ માનસિક વય નવ વર્ષ હોય તો તેનો બુદ્ધિ આંક ૯/૬ X ૧૦૦ = ૧૫૦ આવે છે. 

    બુદ્ધિઆંક પ્રમાણે વર્ણન અને વસ્તીમાં ટકાવારી. 

    બુદ્ધિઆંક

    વર્ણન 

    ટકાવારી 

    130 થી વધુ 

    અતિ ઉચ્ચ બુદ્ધિ આંક 

    2.2

    120 થી 130

    ઉચ્ચ બુદ્ધિ આંક 

    6.7

    110 થી 119

    તેજ સામાન્ય બુદ્ધિ 

    16.1

    90થી 109

    સરેરાશ બુદ્ધિ 

    50.0

    80 થી 89

    મંદ સરેરાશ બુદ્ધિ 

    16.1

    70 થી 79

    સીમા પ્રાંતીય બુદ્ધિ 

    6.7

    70 થી નીચે 

    માનસિક પછાત 

    2.2


    વિદેશી બુદ્ધિ કસોટીઓ

    👉સૌ પ્રથમ૧૯૦૫ માં ફ્રેન્ચ ભાષામાં બિને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટીની રચના કરી હતી. 

    👉૧૯૧૬માં અમેરીકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રા.ટમેન બીને - સાયમન કસોટીનું અંગ્રેજીમાં રૂપાંતર કરીને તે સ્ટેનફર્ડ- બીને બુદ્ધિ કસોટી તરીકે પ્રગટ કરી.

    👉વર્કસલરની બુદ્ધિ કસોટીઓ નાના બાળકથી પુષ્ઠ વયના લોકો માટે જુદી જુદી કસોટીઓ છે.


    ભારતમાં બુદ્ધિ કસોટીઓ

    1. ભારતમાં ૧૯૩૦ માં સૌ પ્રથમ ડૉ. રાઈસે ઉર્દુ ભાષામાં કસોટીની રચના કરી હતી. ગુજરાતી ભાષામાં ડૉ.કૃષ્ણકાંત દેસાઈએ નવી કસોટીની રચના કરી ૧૯૫૪ માં પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

    રચનાર 

    કસોટીનું નામ 

    પ્રકાર 

    કોના માટે 

    નંદશંકર શુક્લ 

    ગુજરાતી બાળકો ની બુદ્ધિ માપન કસોટી 

    શાબ્દિક /વ્યક્તિગત 

    2 થી 22 વર્ષ માટે 

    ડો કૃષ્ણકાંત દેસાઈ અને ચંપાબેન ભટ્ટ 

    ગુજરાતી બાળકો ની સમૂહ બુદ્ધિ માપન કસોટી 

    શાબ્દિક સામુહિક 

    12 થી 18 વર્ષ 

    ડો ગુણવંત શાહ 

    અશાબ્દિક બુદ્ધિ માપન કસોટી 

    અશાબ્દિક 

    7.5 થી 14.5 વર્ષ 

    ડો જે .એસ શાહ 

    સ્ટેનફર્ડ બીને બુદ્ધિ માપન કસોટી નું ગુજરાતી રૂપાંતર 

    શાબ્દિક /વ્યક્તિગત 

    4 થી 18 વર્ષ 

    ડો એમ .એલ જોશી 

    વેક્સલર ની પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક બુદ્ધિ  કસોટી નું ગુજરાતી રૂપાંતર 

    શાબ્દિક /અશાબ્દિક 

    4 થી 7 વર્ષ 

    ડો મહેન્દ્રીકા ભટ્ટ 

    વેક્સલર ની બાળકો ની  બુદ્ધિ  કસોટી નું ગુજરાતી રૂપાંતર 

    શાબ્દિક /અશાબ્દિક

    6 થી 16 વર્ષ 

    ભાનુબહેન શાહ 

    સમૂહ બુદ્ધિ માપન કસોટીઓ 

    શાબ્દિક /સમૂહ 

    13 થી 16 વર્ષ 

    ડો મયૂરી શાહ 

    અમૂર્ત બુદ્ધિ કસોટીઓ 

    અશાબ્દિક /વ્યક્તિગત 

    13 થી 16 વર્ષ

    ડો લીલા પટેલ 

    ક્રિયાત્મક બુદ્ધિ કસોટીઓ 

    અશાબ્દિક /વ્યક્તિગત

    6 થી 15 વર્ષ 

    ડો પ્રેમિલા પટેલ 

    માણસ દોરો કસોટી 

    અશાબ્દિક

    6 વર્ષ ઉપર 


    મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat


    મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



    નેશનલ એડયુકેશન પોલિસી 2020

    અહીંયા ક્લીક કરો 

    અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

    અહીંયા ક્લીક કરો 

    બાલા પ્રોજેક્ટ 

    અહીંયા ક્લીક કરો 

    મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

    અહીંયા ક્લીક કરો 

    પાઠ્યપુસ્તક મંડળ 

    અહીંયા ક્લીક કરો 

    રાજ્ય પરીક્ષા બોર્ડ 

    અહીંયા ક્લીક કરો 

    પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

    અહીંયા ક્લીક કરો 

    પર્યાવરણ પ્રયોગ શાળા 

    અહીંયા ક્લીક કરો 


    👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ


    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !