International Date Line આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

International Date Line આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

Gujrat
0

    International Date Line આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

    (International Date Line)ની માહિતી

    આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની માહિતી

    180° રેખાંશવૃત્તને ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા’ કહે છે.

    180° રેખાંશવૃત્ત માત્ર એક જ છે. આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ આગળ કરવાં પડે છે.

    એ જ રીતે આ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ  તરફ જતાં તારીખ અને વાર એક દિવસ ઓછાં કરવાં પડે છે. છે આમ, 180રેખાંશવૃત્ત ઓળંગતા તારીખ અને વાર બદલાય છે.

    👉આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકીચૂકી કેમ દોરવામાં આવી છે? 

     આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પૅસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે. એ ટાપુઓનો કેટલોક ભાગ 180° રેખાંશવૃત્તની પૂર્વમાં અને કેટલોક ભાગ  પશ્ચિમમાં છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય. તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે બે વાર  અને બે તારીખો ભેગી થઈ જાય. તેથી સમયનો ગોટાળો થાય. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા ટાપુઓની જમીનને બાજુ પર રાખી રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે. તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકીચૂકી દોરવામાં આવી છે.

    ગ્રિનિચ (Greenwitch Mean Time-GMT) રેખા

    ઇંગ્લૅન્ડના લંડન શહેરના ગ્રિનિચ પરા પરથી પસાર થતા ૦° રેખાંશવૃત્તને ‘ગ્રિનિચ રેખા’ કહે છે.

    પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે, જે અનુક્રમે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે.

    ગ્રિનિચ રેખા અથવા રેખાંશવૃત્ત ‘મુખ્ય રેખાંશવૃત્ત'ના નામે પણ ઓળખાય છે.

     👉 KNOWLEDGE 

    ગ્રિનિચ રેખાથી કોઈ સ્થળ પૂર્વમાં હોય તો, તેના રેખાંશના આંકડા સાથે પૂર્વ (પૂ.) લખાય છે. જો પશ્ચિમમાં હોય તો પશ્ચિમ (.) લખાય છે.

    આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને International Date Line ટૂંકમાં IDL કહે છે.

    પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં મોટા હોય તેવા દેશોમાં એક કરતાં વધુ પ્રમાણસમય હોય છે

    વિષુવવૃત્તથી કોઈ પણ સ્થળ ઉત્તરમાં છે કે દક્ષિણમાં તે દર્શાવવા માટે તે સ્થળના અક્ષાંશના આંકડાઓ સાથે ઉત્તર (.) કે દક્ષિણ (.) લખવામાં આવે છે.

    બે અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીનસપાટી ઉપર આશરે 111 કિમીનું અંતર હોય છે.

    બે રેખાંશવૃત્તો વચ્ચેનું અંતર ફક્ત વિષુવવૃત્ત ઉપર આશરે 111 કિમીનું હોય છે.

    👉 LETEST EXAM  PREPARATION
    GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, police constable, Talati, Clark and all Competitive exam ની તૈયારી માટે બેસ્ટ લિંક  આપેલ છે . આપ અહીંયા ક્લીક કરી  તૈયારી કરી શકો છો 

     




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !