રાષ્ટ્રીય પ્રતીકો II RASHTRIY PRATIKO IN GUJRATI

રાષ્ટ્રીય પ્રતીકો II RASHTRIY PRATIKO IN GUJRATI

Gujrat
0
સામાજિક વિજ્ઞાન

રાષ્ટ્રીય પ્રતીકો II RASHTRIY PRATIKO IN GUJRATI 

    ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન




    ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન વારાસણીમાં આવેલ સારનાથ ખાતેના અશોકના સિંહ સ્થંભમાંથી લેવામાં આવ્યુ છે. રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950ના રોજ થયો.

    આપણા રાષ્ટ્રીય પ્રતિકની વિશેષતાઓ જોઈએ

    મૂળ સ્તંભમાં 4 સિંહ છે જે એક – બીજાની સામ સામેની બાજુમાં બેસેલા છે. આથી ત્રણ સિંહ જ દેખાય છે.
    નીચે ઘંટાકાર પદ્મના ઉપર એક હાથી, એક ઘોડો, એક સાંઢ તથા એક સિંહની ઉપસેલી મૂર્તિઓ છે જેની વચ્ચો વચ્ચ ચક્ર છે.
    એક જ પથ્થર પરથી કોતરેલ આ સ્તંભની ઉપર ધર્મચક્ર રાખવામાં આવ્યું છે નીચેની તરફ “મુંડકોપનીષદ”માંથી લીધેલ સૂત્ર “સત્મેવ જયતે” લખેલ છે. જેની લિપિ દેવનાગરી છે જેનો અર્થ થાય છે “સત્યનો જ વિજય થાય છે”

    ભારતનું રાષ્ટ્રગાન



    ભારતનું રાષ્ટ્રગાન “જન ગણ મન…” છે જે રવિન્દ્રાનાથ ટાગોર દ્વારા બંગાળીમાં રચવામાં આવ્યું હતું. તેનું હિંદી અનુવાદન “જન ગણ મન”ને રાષ્ટ્રગાન તરીકે સ્વીકરવામાં આવ્યું છે.

    મૂળ રાષ્ટ્રગાન 5 પદમાં લખાયેલું છે પરંતુ તેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
    રાષ્ટ્રગાનના ગાયનની અવધી 52 સેકન્ડની છે. ઘણીવાર સંક્ષિપ્તરૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિમાં ગાવામાં આવે છે જેની અવધી 20 સેકન્ડની છે.
    બંધારણસભા દ્વારા “જન ગણ મન…” રાષ્ટ્રીયગાન તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું.
    સૌપ્રથમ વખત “જન ગણ મન…” રાષ્ટ્રગાનનું ગાન રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી દ્વારા “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ”ના કોલકત્તા ખાતેના ઈ.સ. 1911ના 27માં અધિવેશનમાં ગવાયું હતું.

    ભારતનું રાષ્ટ્રગીત




    ભારતનું રાષ્ટ્રીયગીત “વંદેમાતરમ્” છે જે બંકિમ ચંદ્ર ચેટરજી દ્વારા રચવામાં આવું હતું.

    “વંદેમાતરમ્” બંકિમ ચંદ્ર ચેટરજીની કૃતિ “આનંદમઢ”માંથી લેવામાં આવ્યું છે.
    “વંદેમાતરમ્”ને “જન ગણ મન”ની સમ્માન દરજ્જો પ્રાપ્ત છે.
    બંધારણસભા દ્વારા “વંદેમાતરમ્”ને 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું.
    સૌપ્રથમ વખત “વંદેમાતરમ્”નું ગાન “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ”ના કલકત્તા ખાતેના ઈ.સ. 1896ના 12માં અધિવેશનમાં ગવાયું હતું.



    આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાની વિશેષતાઓ જોઈએ

    ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં ત્રણ રંગો છે.
    કેસરી, સફેદ અને લાલ રંગ
    કેસરી : શક્તિનું પ્રતિક
    સફેદ : શાંતિનું પ્રતિક
    લીલો : સમૃદ્ધિનું પ્રતિક
    વચ્ચે સફેદ પટ્ટીમાં 24 આરા ધરાવતું વાદળી રંગનું અશોકશક્ર જે અશોકના વારસણી ખાતેના સારનાથના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે.
    રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ 3 : 2 છે.

    રાષ્ટ્રીય પંચાંગ

    ભારતનું રાષ્ટ્રીય પંચાંગ “શક સંવંત” આધારિત છે.

    શક સંવંતની શરૂઆત ઈ.સ. 78માં થઇ.
    પ્રથમ મહિનો ચૈત્ર છે.
    પ્રથમ દિવસ 22 માર્ચ અને લીપવર્ષમાં 21 માર્ચ છે.
    શક સંવંતમાં સામાન્ય રીતે 365 દિવસ હોય અને લીપવર્ષમાં 366 દિવસ હોય છે.
    ભારત સરકારે 22 માર્ચ, 1957ના રોજ રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો.

    રાષ્ટ્રીય પ્રાણી



    ભારતનું રાષ્ટ્રીય પ્રાણી “વાઘ” છે જેનું લેટીન નામ “પેન્થરા ટાઈગ્રિસ લિન્નાયસ” છે.
    વિશ્વમાં વાઘની આઠ જાતો છે. જેમાં ભારતમાં જોવા મળતી પ્રજાતિ “રોયલ બેન્ગાલ ટાઈગર” છે.
    ઈ.સ. 1972માં રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘનો સ્વીકાર થયો તે પહેલા રાષ્ટ્રીય પ્રાણી તરીકે સિંહનો સ્વીકાર થયો હતો.
    વાઘની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લઈને 1973થી સરકાર દ્વારા “પ્રોજેક્ટ ટાઈગર” નામે યોજના શરુ કરવામાં આવી છે.

    રાષ્ટ્રીય પક્ષી



    ભારતનું રાષ્ટ્રીય પક્ષી “મોર” છે જેનું લેટીન નામ “પાયો ક્રિસ્ટેટસ” છે.
    નર મોરને 200 જેટલા મોરપિંચ્છ હોય છે.
    ભારત સરકાર દ્વારા મોરને પૂર્ણ સંરક્ષણ આપવામાં આવ્યું છે જે અંતર્ગત “ભારતીય વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ, 1972″ની શરૂઆત થઇ છે.

    રાષ્ટ્રીય પુષ્પ




    ભારતનું રાષ્ટ્રીય પુષ્પ “કમળ” છે જેનું લેટીન નામ “નેલમ્બો ન્યૂસિપેટા ગાર્ટન” છે.
    કમળ આછા ગુલાબી રંગનું ફૂલ છે.
    કમળની એક ખાસિયત છે તે કાદવ-કીચડમાં જ થાય છે.
    કમળને પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃત્તિનું શુભ પ્રતિક માનવામાં આવે છે.

    રાષ્ટ્રીય વૃક્ષ



    ભારતનું રાષ્ટ્રીય પુષ્પ “વડ” છે. જેનું લેટીન નામ “ફાઈક્સ બેંધાલેન્સિસ” છે.
    વડનું વૃક્ષ વિશાળ અને ઘટદાર હોય છે તથા તેની શાખાઓ એટલે કે વડવાઈઓ દુર સુધી ફેલાયેલી હોય છે.

    રાષ્ટ્રીય ફળ


    ભારતનું રાષ્ટ્રીય ફળ “કેરી” છે જેનું લેટીન નામ “મેન્ગિફેરા ઈન્ડીકા” છે.

    રાષ્ટ્રીય નદી

    ભારતની રાષ્ટ્રીય નદી “ગંગા” છે.
    રાષ્ટ્રીય નદી તરીકે 4 નવેમ્બર 2008ના રોજ સ્વીકાર થયો.

    રાષ્ટ્રીય જળચર જીવ

    ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ “ડોલ્ફિન” છે.
    રાષ્ટ્રીય જળચર જીવ તરીકે 5 ઓક્ટોબર 2009ના રોજ સ્વીકાર થયો.
    રાષ્ટ્રીય નારો

    ભારતનો રાષ્ટ્રીય નારો “શ્રમેવ જયતે” છે.


    રાષ્ટ્રીય વિરાસત પશુ 

    ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી છે.
    રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે 22 ઓક્ટોબર 2010ના રોજ સ્વીકાર થયો.

    રાષ્ટ્રીય વાનગી
    ભારતની રાષ્ટ્રીય વાનગી “જલેબી” છે.

    રાષ્ટ્રીય નારો
    ભારતનો રાષ્ટ્રીય નારો “શ્રમેવ જયતે” છે.

    રાષ્ટ્રીય પીણું

    ભારતનું રાષ્ટ્રીય પીણું “ચા.

    ભારતના રાષ્ટ્રીય પ્રતીકો પ્રશ્નો


    ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કયો છે?
    ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો/ત્રિરંગો છે.

    રાષ્ટ્રીય ધ્વજની પહોળાઈ અને લંબાઈ કેટલી છે?
    રાષ્ટ્રીય ધ્વજની પહોળાઈ અને લંબાઈ 2 : 3 છે.

    કેસરી રંગ શેનું પ્રતિક છે?
    કેસરી રંગ શક્તિનું પ્રતિક છે.

    સફેદ રંગ શેનું પ્રતિક છે?
    સફેદ રંગ શાંતિનું પ્રતિક છે.

    લીલો રંગ શેનું પ્રતિક છે?
    લીલો રંગ સમૃદ્ધિનું પ્રતિક છે.

    ચક્રમાં કેટલા આરા છે?
    ચક્રમાં 24 આરા છે.

    મેડમ ભીખાયજી કામ દ્વારા તિરંગો ક્યાં ફરકાવવામાં આવ્યો હતો?
    મેડમ ભીખાયજી કામા દ્વારા સ્ટેટ ગાર્ડન (ઇંગ્લેન્ડ) ખાતે ફરકાવવામાં આવ્યો હતો.

    બંધારણસભા દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન નક્કી કરવા માટે કઈ સમિતિ રચાઈ?
    બંધારણસભા દ્વારા રાષ્ટ્રધ્વજની ડીઝાઈન નક્કી કરવા માટે ઝંડા સમિતિ રચાઈ.

    ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતું?
    ઝંડા સમિતિના અધ્યક્ષ જે. બી. કૃપલાણી હતા.

    સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રીયધ્વજની ડિઝાઈન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી?
    સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રીયધ્વજની ડિઝાઈન પિંગલી વેકૈયા દ્વારા તૈયાર કરવામાં આવી.

    રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો
    રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર 22 જુલાઈ 2022ના રોજ થયો.

    રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે કયું સંહિતા બનાવવામાં આવ્યું છે?
    ભારતીય ધ્વજ સંહિતા, 2002.

    આપણું રાષ્ટ્રીય ચિહ્ન કહ્યું છે?
    ચાર સિંહની કૃત્તિ.

    રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?
    વારસણીમાં આવેલ સારનાથના અશોકના સ્તંભમાંથી.

    મૂળસ્તંભમાં કેટલા સિંહ છે?
    મૂળ સ્તંભમાં 4 સિંહ છે.

    રાષ્ટ્રચિહ્નની નિચેની બાજુએ ક્યાં ચિહ્નનો સમાવેશ થાય છે?
    હાથી, ઘોડો, સાંઢ અને વચ્ચે ચક્ર ચિહ્ન દ્રશ્યમાન છે.

    “સત્યમેવ જયતે” ક્યાંથી લેવામાં આવ્યું છે?
    સત્યમેવ જયતે મુંડુંકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે.

    “સત્યમેવ જયતે”નો અર્થ શું થાય છે?
    “સત્યમેવ જયતે”નો અર્થ સત્યનો વિજય થાય છે.

    “સત્યમેવ જયતે” કઈ લીપીમાં લખાયેલ છે?
    “સત્યમેવ જયતે” દેવનાગરી લિપિમાં લખાયેલ છે.

    રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે થયો?
    રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર 26 જાન્યુઆરી, 1950ના રોજ થયો.

    આપણું રાષ્ટ્રીયગાન કયું છે?
    આપણું રાષ્ટ્રીયગાન જન ગણ મન છે.

    રાષ્ટ્રગાનની રચના કોણે કરી હતી?
    રાષ્ટ્રગાનની રચના રવીન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવી હતી.

    રાષ્ટ્રગાન મૂળ કઈ ભાષામાં લખાયેલું છે?
    રાષ્ટ્રગાન મૂળ બંગાળી ભાષામાં રચાયેલું છે.




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !