અહીં Gujarat na jangalo જંગલો અને તેના પ્રકાર સંબધિત જાણકારી આપવામાં આવેલ છે. જે તેમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
Gujarat na jangalo
- > ગુજરાતનો વન આવરણ વિસ્તાર ગુજરાતનાં કુલ ભૌગોલિક ક્ષેત્રના 7.61% જેટલો છે.
- > ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર કચ્છ જિલ્લો (2439. 48 ચો.કિ.મી) ધરાવે છે.
- > ગુજરાતમાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ડાંગ 76.67% (1354 કિ. મી) જિલ્લો ધરાવે છે.
- > ગુજરાત સૌથી વધુ મેન્ગ્રેવ વિસ્તાર ધરાવનાર દેશનું બીજા નંબરનું રાજય છે. (1175.07 કિમી)
જિલ્લા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા -
જિલ્લા |
વિસ્તાર (ચો. કિમી) |
કચ્છ |
2439.48 |
જૂનાગઢ |
1738.83 |
ડાંગ |
1354.08 |
વલસાડ |
992.70 |
નર્મદા |
927.23 |
ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા
જિલ્લા |
વિસ્તાર (ચો. કિમી) |
ટકા (%) |
ડાંગ |
1354 |
76.67 |
વલસાડ |
993 |
33.00 |
|
927 |
32.92 |
તાપી |
785 |
25.20 |
જૂનાગઢ |
1739 |
20 |
ગુજરાતનાં જંગલો ના પ્રકાર
ગુજરાતમાં જંગલોના ચાર પ્રકાર છે.
- 1). ભેજવાળા પાનખર જંગલ
- 2). સુકા પાનખર જંગલો
- 3). ફુંકા ઝાંખરાવાળા જંગલો
- 4). મેન્ગવના જંગલો જેની વિગતવાર ચર્ચા કરીશું.
👉ભેજવાળા પાનખર જંગલ
- 1). 120 સે. મી. કરતા વધુ વરસાદ ધરાવતા પ્રદેશોમાં થાય છે.
- 2). ગુજરાતમાં દક્ષિણગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ તથા મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, નર્મદા, સૌરાષ્ટ્રમાં ગિરનાર અને શત્રુજય વિસ્તારમાં આવા જંગલો જોવા મળે છે.
- 3). માર્ચ/ એપ્રિલમા પાંદડા ખેરવી દે છે.
- 4). સાગ આ જંગલનું મુખ્ય વૃક્ષ છે.
- 5). આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો : સાગ, સાલ, સીસમ, શિમળો, સાદડ, બિયો, મહુડો, કાકડા, ધાવડો, કુસુમ, ભોંડારો, ધમન, કેલઇ, ભાંગરો, શિરસ, હળદરવો, કલમ, આંબળા, બહેડાં,
👉સુકા પાનખર જંગલો
- 1). 60 થી 120 સે. મી. કરતાં વધુ વરસદમાં જોવા મળે છે.
- 2). આ જંગલો મિશ્ર જંગલો પણ કહેવાય છે.
- 3). આ જંગલો તળ ગુજરાતમાં સાબરકાંઠાના ઉત્તર /પૂર્વ ભાગ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા અને નર્મદા જીલ્લામાં જોવા મળે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ, ગીરસોમનાથ અને અમરેલીમાં જોવા મળે છે.
- 4). આ જંગલોમાં ‘સવાના’ પ્રકાર જેવુ ઘાસ જોવા મળે છે.
- 5). આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો -સાગ, વાંસ, ખેર, બાવળ, શિમળો, ટીમરુ, કેસૂડો અને લીમડો.
👉સુકા ઝાંખરાવાળા જંગલો
- 1). 60 સે. મી. કરતાં ઓછા વરસાદ વાળા ભાગોમાં જોવા મળે છે.
- 2). ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, ગીર- સોમનાથમાં જોવા મળે છે.
- 3). આ જંગલોમાં જોવા મળતા વૃક્ષો – બાવળ, મોદળ, થોર, બોરડી, સાજડ, ધાવડો, ખાખરો, ટીમરુ, ઉમરડો, ગરમાળો, મોખો, રાયણ, લીમડો
👉મેન્ચુવના જંગલો
- > કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે, જામનગર અને જુનાગઢ જિલ્લાના કિનારાના પ્રદેશોમાં કાદવકીચડવાળા પ્રદેશ લીધે મેન્ગ્રવ જંગલ જોવા મળે છે. તેમાં હલકા પ્રકારના ચેરના વૃક્ષો મુખ્ય છે. LTE 2
- > નવસારીના જલાલપોર પાસે 12 ટાપુઓ આવેલા છે. જ્યાં મેન્ગ્રવના વૃક્ષો જોવા મળે છે.
- > મેન્ગ્રવ વૃક્ષોનું વિશિષ્ટ લક્ષણ એ છે કે તે સૂકી જમીનો પરનાં વૃક્ષોની સરખામણીમાં કાર્બન ડાયોક્સાઈડમાંથી વધુ પ્રમાણમાં કાર્બનને અલગ પાડે છે.
- > દરિયાકિનારે મોટા પ્રમાણમાં મેન્ગ્રવ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. મેન્ગ્રવ ક્ષાર સામે ટકી શકે છે અને દરિયાથી તથા ધોવાણ ને કારણે કિનારાનું રક્ષણ કરે છે.
- > ગુજરાતમાં કુલ 14 જિલ્લામાં મેન્ગ્રેવ ના જંગલો આવેલા છે. જેમાં સૌથી વધારે મેન્ચુવ ના જંગલો કચ્છ જિલ્લામાં 798.74 km ત્યાર બાદ જામનગર જિલ્લા માં આવેલા છે..
સૌથી વધુ મેંગરુવ આવરણ ધરાવતા જિલ્લા
જિલ્લા |
વિસ્તાર (ચો. કિમી) |
કચ્છ |
798 |
જામનગર |
231.26 |
ભરુચ |
0.94 |