ઇતિહાસ જાણવાના સ્રોત
ઇતિહાસ જાણવાનાં સાધન -
સ્રોતો, તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, શિલાલેખ, સિક્કા | અશોકનો શિલાલેખ | તાડપત્ર અને ભોજપત્ર | સિક્કા નો ઇતિહાસ | પ્રાચીન સિક્કા | ભારતના સૌથી જૂના સિક્કા | ઇતિહાસ જાણવાના સ્ત્રોત
ઇતિહાસ જાણવાનાં સાધન - સ્રોતો - તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર, શિલાલેખ, સિક્કા
આપણને વિચાર થતો હોય છે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હશે. પ્રાચીન માનવીએ હસ્તપ્રદ દ્વારા લખાણ કરતા હતા. હસ્તપ્રત એટલે કે હાથ વડે લખાયેલા પત્ર. હસ્તપ્રત પત્રમાં ઘણાં પ્રકારો છે. જેની માહિતી નીચે આપેલી છે.
👉તાડપત્ર અને ભોજપત્ર
તાડપત્ર: તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો ને તાડપત્ર કહે છે. હસ્તપ્રત માં માટે તાડપત્રનો ઉપયોગ એશિયાના અમુક કેટલાક ભાગોમાં ઇ.પૂ. ૧૫ મી સદી સુધી જોવા મળતો હતો. શરૂઆત ના ભાગોમાં જ્ઞાન એક પેઢી થી બીજી પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં મૌખિક રીત નો ઉપયોગ થતો. પણ વિવિઘ લિપિના ઉદ્દભવ પછી, જ્ઞાનને હસ્તપ્રત એટલે તાડપત્રોમાં સુરક્ષિત કરવાનું શરૂ થયું.
ભોજપત્ર: યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં હિમાલયની ચોટીમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો. આપણને તાડ વૃક્ષના પર્ણ અને ભૂજ વૃક્ષની છાલ પર લખાયેલા હસ્તપ્રતો પરથી પ્રાચીન માનવની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ ની જાણકારી મળે છે. આવા અનેકો હસ્તપ્રતો મળી આવેલ છે જેના પરથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણે માહિતી મળે છે.
આ પ્રકારના વધુ પડતા હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલા હોય છે. તેમાં સંસ્કૃતિ પ્રાકૃતિ અને તમિલ જેવી ભાષાઓ લખાયેલી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. જે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. હસ્તપ્રતોમાં મોટાભાગે ધાર્મિક, રીત-રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે.
અભિલેખો: મજબૂત લોખંડ કે અન્ય ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખોને અભિલેખ કહેવાય છે. આ અભિલેખોમાંથી પણ ઇતિહાસની જાણકારી મળી છે. પ્રાચીન સમયમાં રાજા પોતાના આદેશોને શીલાઓ પર કોતર આવી પ્રજા સાથે વાતચીત (સંવાદ) કરતા હતા.
ભારતના અનેક મહાન રાજા અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિ ની માહિતી પણ આ પ્રકારના અભિલેખો પર લખાવેલી છે. આ લેખોની લાક્ષણિકતા એ છે કે તે લાંબા સમય સુધી સૂચવાયેલા રહે છે. આ પ્રકારના લેખોમાં અશોકનો શિલાલેખ એ ખૂબ જ જાણીતો છે.
તામ્રપત્ર: તાંબા ધાતુના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. આ શબ્દો ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે કે તામ્રપત્ર કોને કહેવાય. પહેલાના સમયમાં રાજાઓ પોતાના વહીવટ તંત્ર અને પોતે કરેલ દાન ની માહિતી તામ્રપત્ર પર કોતરાવતા હતા. મહત્વની વાત એ છે કે ગુજરાતમાં મોટી સંખ્યામાં તામ્રપત્ર મળી આવ્યા છે.
તામ્રપત્ર માંથી વિવિધ રાજાઓના નામ તેના ધર્મ વિશે શાસન વહીવટ તેમજ દાન ધર્મની વિગતો મળે છે. આ પ્રકારના તામ્રપત્રોએ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર (પાટણ ઉત્તર ગુજરાત), એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી (નવરંગપુરા, અમદાવાદ), રરભો . જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન (અમદાવાદ), શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર) માં સચવાયેલા છે.
સિક્કા: ઈતિહાસ જાણવાનું અગત્યનું સાધન સિક્કા પણ છે સિક્કા પરથી રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ તેમજ તેના સમય વગેરેની પણ માહિતી મળે છે. ભારતમાં ઈ.પૂ. ૫મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. પંચમાર્ક સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબમાં મૂકી દબાણ આપી બનતી ધાતુની રચના.
ભારતના સૌથી જૂના સિક્કા મનાય છે. તેમજ દરેક રાજાઓ, મોર્યકાલ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા અને તેમના સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય શાસનની માહિતી આપે છે.
IMPORTANT QUESTION
તાડપત્ર એટલે શું?
Ans: તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો ને તાડપત્ર કહે છે.
તામ્રપત્ર એટલે શું?
Ans: તામ્રપત્ર એટલે તાંબા ધાતુના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ.
અભિલેખો એટલે શું?
Ans: અભિલેખો એટલે મજબૂત લોખંડ કે અન્ય ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખો.
શિલાલેખ એટલે શું?
Ans: શિલાલેખ એટલે શિલા ઉપર કોતરીને લખવામાં આવતો લેખ.
હસ્તપ્રતો એટલે શું?
Ans: હસ્તપ્રત એટલે કે હાથ વડે લખાયેલા પત્ર કે લેખ.
1.ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે ?
જવાબ: ઇતિહાસ
2.તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લિપિ જોવા મળે છે ?
જવાબ: પાંડુ
3.ધાતુ કે પથ્થર પર કોતરેલા લેખો કયા નામે ઓળખાય છે ?
જવાબ: અભિલેખો
4.પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવાવાળી વ્યક્તિને કયા નામે ઓળખશો ?
જવાબ: પુરાતત્ત્વવિદ
5.શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે ?
જવાબ: પાટણમાં
6.વર્તમાનને સમજવા માટે શાની જાણકારી હોવી જરૂરી છે ?
જવાબ: ભૂતકાળની
7.શામાંથી આપણને ઇતિહાસ વિષયક જાણકારી મળી રહે છે ?
જવાબ: સંગ્રહપોથીમાંથી
8.ભૂર્જ નામનાં વિશિષ્ટ વૃક્ષો કયા પર્વત પર થાય છે ?
જવાબ: હિમાલય
9.ભૂર્જ નામનાં વૃક્ષોની છાલનો ઉપયોગ કરીને બનાવાતા પત્રોને શું કહે છે ?
જવાબ: ભોજપત્ર
10.જ્યાં અભિલેખો રાખવામાં આવે છે તેને શું કહે છે ?
જવાબ: અભિલેખાગાર
11.તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે ?
જવાબ: તામ્રપત્ર
12.રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલો છે ?
જવાબ: દિલ્લી
13.જ્યારે વીસમી સદી પૂરી થઈ ત્યારે ડિસેમ્બર 2000માં લગભગ તમામ વર્તમાનપત્રોમાં વીસમી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રાત્મક રીતે આવી હતી,તેને શું નામ આપવામાં આવ્યું હતું ?
જવાબ: મિલેનિયમ ગેલેરી
14.તાડના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતા લેખોને શું કહેવામાં આવતું ?
જવાબ: તાડપત્ર
15.કઈ પદ્ધતિથી પુરાતન સમયના અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે ?
જવાબ: કાર્બન ડેટિંગ પદ્ધતિથી
16.અભિલેખોમાં કોનો સમાવેશ થતો નથી ?
જવાબ: તાડપત્રો
17.પથ્થર કોતરીને લખવામાં આવેલા લેખને શું કહે છે ?
જવાબ: શિલાલેખ
(18)અશોકનો શિલાલેખ કયા શહેરમાં આવેલો છે ?
જુનાગઢ
ગીર સોમનાથ
કચ્છ
પાટણ
(19)તાંબાના પતરા પર
કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર આ વિધાન ?
ખોટું છે
સાચું નથી
અસત્ય નથી
સત્ય નથી