/>
એક માણસનું સૈન્ય
રવજી ગાબાણી
1.આ ગુજરાતના એક વીર સપૂતની સાહસકથા છે.
રણછોડ પગીનાં સાહસો જાણી દરેક જણ ગર્વ અનુભવશે. વિદ્યાર્થીમાં દેશદાઝ જાગશે અને તે દેશ માટે કશુંક કરવા પ્રેરાશે. આ પાઠ વિદ્યાર્થીઓને એક અજાણ્યા ભૂ-પ્રદેશનો પરિચય પણ કરાવશે. આ પ્રદેશનો પ્રવાસ પણ વિદ્યાર્થીઓને કરાવી શકાય.
સૂઈગામથી ઉપડેલી બસ એકાદ કલાક દોડતી રહી, થોડી વાર પછી લશ્કરની એક પોસ્ટ આવી. બસ ત્યાં ઊભી રહી એટલે અંદરથી વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો ઊતર્યા. સાંજના પાંચ થવા આવેલા. બે શિક્ષકો થોડું ચાલીને દૂર ગયા. ત્યાં પોસ્ટની ચોકી કરતા જવાનોને અનુમતિ-પત્ર બતાવ્યો એટલે તરત જ તેમન્ને પોસ્ટ જોવા દેવાની હા પાડી. પછી તો થોડી જ વારમાં બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોસ્ટ સુધી પહોંચી ગયા. આ પોસ્ટનું નામ રણછોડદાસ ચેકપોસ્ટ ! તે સૂઈગામથી આશરે ચાલીસ કિલોમીટર દૂર, કચ્છ સરહદે આવેલી છે.
2. ભારત - પાકિસ્તાન વચ્ચેની ‘રણછોડદાસ ચેક પોસ્ટ.'
જવાનોની સૂચના મુજબ બધાં લાઇનસર ગોઠવાયાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાને સૌનું ‘જય હિંદ’ કહી અભિવાદન કર્યું. દૂર સુધી ફેલાયેલી કાંટાળા તારની વાડને વિદ્યાર્થીઓ નવાઈથી જોઈ રહ્યા.
બાળદોસ્તો ! આ છે ગુજરાતનો પાકિસ્તાન બોર્ડરને અડતો સરહદી વિસ્તાર. આ બાજુ ભારત છે અને આ તારની જે વાડ છે તેની પાછળનો ભાગ એટલે પાકિસ્તાન."
સૈનિકે શરૂ કરેલી વાત એટલી રોમાંચક હતી કે, બધા સરવા કાને સાંભળી રહ્યા. સૈનિકે વાતને આગળ વધારતાં કહ્યું. ‘આપણે જ્યાં બેઠાં છીએ એ પોસ્ટનું નામ છે, ‘રણછોડદાસ ચેકપોસ્ટ' અમે અહીં રાતદિવસ ભારતમાતાની રક્ષા કરીએ
છીએ. અને તમે જાણો છો ? કોઈ નાગરિકના નામથી હોય એવી ગુજરાતની આ એકમાત્ર પોસ્ટ છે !''
‘‘શું ખરેખર ?’’ મૈત્રીએ પૂછ્યું.
હા, આ પોસ્ટનું નામ ‘રણછોડદાસ પગી પોસ્ટ' છે.
‘‘તે સાહેબ ! આ રણછોડદાસ પગી કોણ હતા ?' મિત્તાંશે ઉતાવળે પૂછ્યું, સૈનિકે સ્મિત કરીને કહ્યું - “એની પણ એક કથા છે !”
આટલું સાંભળતાં જ બાળકોની સાથે શિક્ષકો પણ રણછોડદાસ વિશે જાણવા આતુર થઈ ગયા. પછી તો સૈનિકે વાર્તા માંડી ‘‘તો સાંભળો ! આપણા દેશને આઝાદી મળી એના થોડાક દશકા પછીની આ વાત છે. પાકિસ્તાન સામેના યુદ્ધમાં પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી મહાન પરાક્રમ કરનાર વીર હતા રણછોડદાસ રબારી ! ભારતના લશ્કરી વડા જનરલ માણેકશાએ તો એમને ‘રણનું એક માત્રસનું સૈન્ય' તરીકે ઓળખાવ્યા હતા.’’
‘‘એવું કેમ ? એક માણસનું તે વળી સૈન્ય હોય ?'' અદ્વૈને પૂછ્યું.
‘એક લશ્કર કરે એટલું કામ એકલા રણછોડ પગીએ કર્યું હતું એટલે !'
‘‘અરે વાહ !’’ નિધિ તો જાણે ઊછળી જ પડી ! તેણે પૂછ્યું ‘‘પગી એટલે ?’’
‘‘પગી એટલે પગલાંની છાપના આધારે પગેરું શોધવામાં પારંગત'' સૈનિકે સમજ આપતાં કહ્યું ‘પગલાંની છાપ ઓળખી બતાવે એ પગી. પશુ, પક્ષી કે માણસના સગડ (પગલાંની છાપ) ઓળખી એ ક્યાંથી આવ્યાં, ક્યાં ગયાં અને કેટલા સમય પહેલાંનાં આ પગલાં છે, એ બધું જે તીક્ષ્ણ નજરથી, કોઠાસૂઝ કે પરંપરાગત વારસાથી જાણી લે એ પગી. રણછોડ રબારી પગલાંની છાપ પારખી લેતા એટલે લોકો એમને રણછોડ પગી તરીકે પણ ઓળખતા હતા.' સાંભળીને સૌનાં મોંમાંથી એક સાથે ‘‘વાહ !’’ એવો ઉદ્ગાર સરી પડ્યો.
‘‘ત્યારે તો અમને એમના વિશે જલદી કહોને !'' હેલીના ચહેરા પર વિસ્મય હતું.
3 ‘‘ઇ.સ. 1965ની વાત છે.
ભારત - પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થયેલું. પાકિસ્તાને ભારત સામે એક કરતાં વધુ જગ્યાએ મોરચો માંડી દીધો હતો. ગુજરાતની સરહદે પાકિસ્તાને વ્યૂહાત્મક પોઝિશન લઈ લીધી હતી. વિદ્યાકોટ બોર્ડર કબજે કરી 1200 કરતાં વધુ પાકિસ્તાની સૈનિકો કચ્છની સરહદે આપણા વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. અરે ! આપણા ઘણા સૈનિકો શહીદ થઈ ગયા હતા. રણવિસ્તારનાં ગામડાંઓમાં છુપાઈને પાકિસ્તાની સૈનિકોએ ભયંકર હુમલો કરી દીધો હતો. કચ્છનાં અનેક ગામડાંનો કબજો લઈ લીધો હતો. આવી સ્થિતિમાં રણછોડ રબારી પાકિસ્તાની સૈનિકોની છૂપી હરકતો ખુલ્લી પાડવા મેદાને પડ્યા ! એ તો આ વિસ્તારના ભૌમિષા ! અહીંના ખૂણેખૂણાને એ ઓળખે ! રાત - દિવસ એ કચ્છનાં ગામડાંઓમાં ફરતા રહ્યા. લોકો પાસેથી શત્રુસૈન્યની પાક્કી બાતમી મેળવી. સગડ ઓળખવાની ક્ષમતા અને દિશાઓના જ્ઞાનના આધારે આ માહિતી ભારતીય સૈનિકોને આપી. સૈનિકો માટે ઊંટ ઉપર પીવાના પાણીની ખેપો પણ કરી. અંધારી રાતે આકાશના તારાઓની સ્થિતિ જોઈને દિશાઓ અંગે માર્ગદર્શન આપી ભોમિયાની ભૂમિકા ભજવી, અને મજાની વાત તો એ છે આપણા દસ હજાર જેટલા સૈનિકોને ટૂંકા રસ્તેથી બહુ જ ઝડપથી યુદ્ધ ક્ષેત્રમાં યોગ્ય જગ્યાએ સમયસર પહોંચાડ્યા પછી તો આપણા સૈનિકોએ વળતો હુમલો કરી પાકિસ્તાનના દાંત ખાટા કર્યા.”
વાહ ! એ તો જબરું કહેવાય!'' સાક્ષી બોલી ઊઠી,
‘ત્યારે તો સાહેબ ! રણછોડ પગી ન હોત તો...!’’
‘તો... આપણે દસ હજાર જેટલા સૈનિકો ગુમાવવાની નોબત આવી હોત.’’
બોલીને જવાને આંગળી ચીંધી રણછોડ પગીનું બાવલું બતાવ્યું. સૌ બાવલા સામે ભાવથી જોઈ રહ્યાં. સૈનિકે આગળ ચલાવ્યું - ‘‘ઈ.સ. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં પણ રણછોડ પગીએ સેનામાં સેવા બજાવી કમાલ કરી દેખાડેલી. બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઈ, ત્યાં આવેલા પૌરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી મેળવી ભારતીય સૈન્યને એમણે પહોંચાડેલી. દુશ્મનની આંખમાં ધૂળ નાખીને રણછોડ પગીએ બધી ગુપ્ત માહિતી આપણા સૈનિકોને આપેલી, જેથી આપણા રસૈનિકો ધોરા ઉપર કૂચ કરવામાં સફળ રહ્યા હતા,’’
4 ‘‘સાથે જ પરાક્રમી યોદ્ધા કહેવાય
આ તો !'' શિક્ષિકા કોમલબેને કહ્યું ‘‘એ વખતે શું થયું હતું એ વિગતે કહોને !’’ ‘‘હવે એ જ કહુ છું. બન્યું એવું કે એ સમયે આપણા સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો, હવે કરવું શું ? પણ, રણછોડ પગી તો આપણા સૈન્ય માટે હનુમાનજી બની, છેક 50 કિ.મી. દૂરની બીજી છાવણીમાંથી પાયલ અવસ્થામાં ઊંટ ઉપર સમયસર દારૂગોળો લઈ આવ્યા. સૈન્યને દારૂગોળો મળતાં સૈન્ય દુશ્મન સામે મર્દાનગીથી લડી શક્યું ત્યારે તો રણછોડ પગીની વાહ વાહ થઈ ગઈ હશે ને !' ‘‘હા હોં ! આપણા ત્યારના લશ્કરી વડા જનરલ માલુકશાને આ વાતની ખબર મળી... તેમણે તો રણછોડ પગીને
યુદ્ધવિજયની ખુશીમાં, ઢાકામાં મળેલી પાર્ટીમાં માનભેર નિમંત્રણ આપ્યું હતું. આ સમયે રણછોડ પગી પોતાની સાથે લઈ જવા માટે તૈયાર કરેલ ભાથાનો ડબ્બો ભૂલી ગયા. હેલિકોપ્ટર ઊભું રખાવી પગી ભાતું લેવા નીચે ઊતર્યા છે. ભોજન માટે રોટલો, મરચું અને ડુંગળી લઈ પછી જ હેલિકોપ્ટરમાં છે.’’
જવાનની વાત સાંભળતાં વિદ્યાર્થીઓ મોંમાં આંગળાં નાખી ગયા છે. દરેક બાળકની નજર સામે રણછોડ પગી તરવરવા લાગ્યા.
‘‘અરે ! બાળકો ! તમને જાણીને નવાઈ લાગશે કે, આપણા જનરલ માણેકશાએ રણછોડ પગી સાથે બેસીને રોટલો ને ડુંગળીનું ભોજન લીધેલું. રણછોડ પગીની સાદગી અને સરળતા જોઈ માણેકશા પણ ભાવવિભોર થઈ ગયેલા.’’
‘‘પાકિસ્તાન સરકારે એ સમયે રણછોડ પગીના માથા સાટે પચાસ હજારનું ઇનામ રાખ્યું હતું. રણછોડ પગી રણના માર્ગો પર ઊંટ ઉપર કેટલા લોકો સવાર હતા તે ઊંટના પગનાં નિશાન જોઈને જ કહી દેતા હતા. ક્રીક અને રણમાં પગનાં નિશાન પરથી ઘૂસણખોર કેટલા વર્ષનો અને કેટલું વજન ઊંચકીને સરહદની અંદર પ્રવેશ્યો છે તે પણ તેઓ સચોટ રીતે કહી દેતા હતાં.’’ સૈનિકે આગળ ઉમેર્યું !
‘‘થોડા સમય પહેલાં ઇ.સ. 1971ના યુદ્ધને કેન્દ્રમાં રાખીને ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' ફિલ્મ રિલીઝ થઈ હતી. તમે એ ફિલ્મ જોઈ છે ? એમાં રણછોડ પગીના રાષ્ટ્રપ્રેમની અને સેવાની વાત કરવામાં આવી છે.”
આકાશ અને આનંદે આ ફિલ્મ જોઈ હતી એટલે એમને બહુ મજા પડી.
‘‘જુઓ, બાળકો...! ઇ.સ. 2007માં ગુજરાત સરકારે રણછોડ પગીનું સન્માન કર્યું હતું. ભારતીય સૈન્યે પણ એમને એક કરતાં વધુ મેડલ આપી સન્માન્યા છે.’’
આકાશથી ન રહેવાયું એટલે એણે પૂછી જ લીધું. ન
‘‘તે આ રણછોડ રબારી જન્મ્યા ક્યાં હતા ?’’
5 ‘‘રણછોડ રબારી
અખંડ ભારતમાં ઇ.સ. 1901માં જન્મ્યા હતા. 300 એકર જમીન અને 300 પશુઓના માલિક રણછોડ રબારી પાકિસ્તાનના સૈન્યના ત્રાસને લીધે પાકિસ્તાની સૈન્યનાં શસ્ત્રો છીનવીને રણમાર્ગે કચ્છ થઈ બનાસકાંઠામાં મોસાળના ગામ લિંબાળા આવીને વસ્યા હતા. તા. 17-1-2013ના અવસાન પામ્યા ત્યારે એમની ઉંમર 113 વર્ષ હતી. એમની ઇચ્છા મુજબ એમના શબના માથા પર પાઘડી પહેરાવવામાં આવેલી. એમના અંતિમસંસ્કાર એમની ઇચ્છા અનુસાર એમના ખેતરમાં કરવામાં આવેલા.’’
‘‘એમના પરાક્રમની કદર કરીને આપણે સૌ જ્યાં ઊભાં છીએ તે કચ્છ - બનાસકાંઠા સરહદ પાસે સૂઈ ગામની બી.એસ.એફ. ચેકપોસ્ટને ‘રણછોડદાસ ચેકપોસ્ટ' નામ આપી ભારતીય સેનાએ એમને ઉચિત અંજલિ આપી છે. સામે દેખાય છે એ એમની પ્રતિમા છે. તો બાળદોસ્તો, આવા હતા આપણા મહાન દેશભક્ત રણછોડદાસ પગી.’’
‘‘તમારા માટે અમે બટેટાપૌંઆનો નાસ્તો પણ બનાવ્યો છે. એ ખાઈને પછી છૂટા પડીશું.’
બધાં ખૂબ જ હોંશથી પ્રતિમા પાસે ગયાં, પ્રતિમાને નમન કરી છૂટાં પડ્યાં.
સાંજ ઢળતાં બટેટાપૌંઆનો નાસ્તો કરી સૌ બસમાં ગોઠવાયાં. ‘ભારતમાતા કી જય’, ‘જય હિંદ’ના અને ‘જય રણછોડ’ નારા સાથે બસ સૂઈગામ તરફ દોડતી થઈ, ત્યારે સૌના ચહેરો ઉપર રાષ્ટ્રપ્રેમની અનેરી આભા ઝળકતી હતી.