‘નાટ્યવેદ'
ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાંથી એવું જાણવા મળે છે કે - “જ્યારે બધા દેવતાઓએ ભગવાન બ્રહ્મા સાથે મનોરંજનના એક સાધનની રચના માટે વિનંતી કરી હતી ત્યારે બ્રહ્માએ ચાર વેદોનાં થોડાંથોડાં તત્ત્વોને મિશ્ર કરીને ‘નાટ્યવેદ' નામના પાંચમા વેદની રચના કરી હતી.
નાટ્ય એ નૃત્ય, નાટક અને સંગીતનું મિશ્રણ છે.
👉તેમાં ઋગ્વેદમાંથી શબ્દ, ચતુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત તેમજ અથર્વવેદમાંથી ભાવને લઈને મિશ્રિત કરવામાં આવેલું. નાટ્યશાસ્ત્ર મુજબ ભારતીય શાસ્ત્રીયનૃત્યનાં 2 સ્વરૂપો છે.
(1) લાસ્ય
(2) તાંડવ
(1) લાસ્ય
તેમાં લાલિત્ય, ભવ, રસ અને અભિનયનું નિરૂપણ હોય છે.
તે ‘નારી’ની વિશેષતાનું પ્રતીક છે.
· નટરાજન કાંસ્ય શિલ્પ (ચોલ સમય)નું પ્રખ્યાત છે.
(2)તાંડવ
તેમાં લય અને ગતિ પર વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
તે નટ (પુરુષ)ની વિશેષતાનું પ્રતીક છે.
ભારતીય નૃત્ય
ભારતીય નૃત્ય |
શાસ્ત્રીય નૃત્ય |
નૃત્ય |
રાજ્ય |
પ્રસિદ્ધ વ્યક્તિઓ |
ભરત નાટ્યમ્ |
તામિલનાડુ |
ઈ.ક્રિષ્ના ઐય્યર, રુક્મણીદેવી અઝુંડલે, મૃણાલિની સારાભાઈ, હેમા માલીની |
કુચિપુડી |
આંધ્ર પ્રદેશ |
બાબા સરસ્વતી, રાધા રેડ્ડી, રાજા રેડ્ડી, સોનલ માનસિંહ |
કથકલી |
કેરાલા |
ગુરુ કુંચુ કરુપ, ગોપીનાથ, રીટા ગાંગુલી |
સગીયા |
આસામ |
ઈન્દિરા બોરા, બાપુરામ, અટ્ટાઈ, જતીન ગોસ્વામી |
ઓડિસી |
ઓરિસ્સા |
સોનલ માનસિંહ, ગુરુ પંકજ ચરણ દાસ |
મણિપુરી |
મણિપુર |
ઝવેરી બહેનો - નયના, સુવર્ણા, રંજના, દર્શના |
કથ્થક |
ઉત્તર પ્રદેશ |
બિરજુ મહારાજ, લઘુ મહારાજ, સિતારા દેવી |
મોહિનીઅટ્ટમ |
કેરલ |
સુનંદા નાયર, માધુરી અમ્મા, જયાપ્રભા મેનન, શ્રીદેવી |
............Read more............