1). સમગ્ર ભારતના કુલ 30% બંદર ગુજરાત રાજ્ય ધરાવે છે.
2). ગુજરાતમાં બંદરોના બે પ્રકાર પડે છે. - 1). બારમાસી બંદરો 2). મોસમી બંદરો
3). ગુજરાતમાં કુલ નાના મોટા 42 બંદરો આવેલા છે.
4). ગુજરાતમાં 5 બંદરો કચ્છમાં, 22 બંદરો સૌરાષ્ટ્રમાં, 15 બંદરો તળગુજરાતમાં આવેલા છે.
5). જેમાં કંડલા બંદર આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી તેનો વહીવટ કેન્દ્ર સરકાર કરે છે. બાકીના 41 બંદરો નો વહીવટ ‘ગુજરાત મેરીટાઇમ બોર્ડ’ કરે છે. (ગુજરાત મેરીટાઇમ બોર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી છે)
6). ભારતનો સૌપ્રથમ SEZ કંડલા બંદર ખાતે આવેલો છે.
7). કંડલા બંદર ને 1955થી મહાબંદર તરીકે જાહેર કર્યું હતું. જે ભારતનું એક માત્ર મુક્ત વ્યાપારક્ષેત્ર ધરાવતું બંદર છે.
8). 41 બંદરો માંથી 11 મધ્યમ કક્ષાના અને 30 નાના બંદરો છે.
9). વિશ્વનું સૌથી પ્રાચીન બંદર લોથલ છે, જે ગુજરાતમાં આવેલું છે.
10). ગુજરાતનું પીપાવાવ બંદર દેશનું સૌપ્રથમ ખાનગી રીતે કામ કરતું બંદર છે.
કંડલા મુક્ત વ્યાપાર ક્ષેત્ર (Free Trade Zone) ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર છે. કંડલાના 283 હેકટર વિસ્તારને મુક્ત વેપાર ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે.
> આ બંદર કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકામાં આવેલું છે.
> ઇ.સ 1931થી કંડલા બંદરનો ઉપયોગ કરવાનું શરૂ થયો ત્યારે કચ્છના મહારાજા ખેંગારજીએ કંડલાને બારમાસી બંદર તરીકે વિકસાવવા એક જેટી (Jetty) બંધાવી હતી.
> 1950 સુધી કંડલા બંદરનો લઘુ બંદર તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ 1947માં ભારતના ભાગલા પછી કરાંચી બંદર પાકિસ્તાનમાં જતાં પશ્ચિમ વિસ્તારમાં એક નવું બંદર વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ.
> આથી કેન્દ્ર સરકારે કંડલા બંદરની નજીક કંડલા ક્રિક હાલના કંડલા બંદરનું નિર્માણ કરી ઇ.સ 1955માં મહાબંદર જાહેર કર્યું.
> કંડલા બંદરનું ઉદ્ઘાટન દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ કર્યું હતું.
> કંડલા બંદરના વિકાસ અને વ્યવસ્થાપન માટે “કંડલા પોર્ટ સ્ટ્રટ” નામની સ્વાયત સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે.
>કંડલાને બ્રોડગેજ રેલમાર્ગ માર્ગ અને નેશનલ હાઇ-વે નંબર-8 થી જોડવામાં આવ્યું છે.
> વર્ષ 1965માં કંડલા બંદર એશિયાનું સૌપ્રથમ સ્પેશિયલ ઇકોનોમીક ઝોન (SEZ) અને વર્ષ 1967માં એક્ષપોર્ટ પ્રોસેસિંગ ઝોન (EPZ) જાહેર થયું.
>
👉મુંદ્રા
> કચ્છ જિલ્લાના મુદ્રા શહેરથી થોડે દૂર કચ્છના અખાતના ઉત્તર કિનારે બોચાક્રિકમાં ભૂખી અને કેવડી નદીના સંગમ પર જૂનું મુદ્રા બંદર આવેલું છે.
> નવા મુંદ્રા બંદરનો વિકાસ ‘ગુજરાત મેરીટાઇમ બોર્ડ’ અને ‘અદાણી પોર્ટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે થયો છે.
>આ નવું મંદર નવીનાળ ટાપુઓથી ઘેરાયેલું હોવાથી મોસમી પવનોની અસરો સામે કુદરતી રક્ષણ પ્રાપ્ત કરે છે.
> ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર મુંદ્રા બંદરે જ લાંગરી શકે છે.
> મુંદ્રા બંદર પર ‘પી એન્ડ ઓ પોર્ટ’ નામની આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા એક આધુનિક કન્ટેનર ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે.
👉માંડવી
> આ બંદર કચ્છ જીલ્લામાં કમાવતી નદીના કિનારે આવેલું છે.
> માંડવી બંદર મહારાજા ખેંગારજી પ્રથમના સમયમાં સ્થપાયું હતું. (ઇ.સ 1580)
>જૈન પ્રબંધ ગ્રંથોમાં આ બંદર ‘રિયાણપતન’ તરીકે ઓળખાય છે.
> માંડવી બંદર લાઈટરેજ પ્રકારનું બંદર છે.
> માલની હેર ફેર કરવા માટે માંડવી બંદર પર સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા એક કેપ્ટિવ જેટી બંધવામાં આવી છે.
> એક સમયે અહીં વહાણો બાંધવાનો વ્યવસાય ધમધમતો હતો.
👉બેડી
જામનગર જિલ્લામાં આવેલું બેડી બંદર એ લાઈટરેજ બારમાસી બંદર છે.
> બેડી બંદરની નજીકમાં જ નવું બેડી બંદર અને રોઝીબંદર વિકસાવવામાં આવ્યા છે.
> આ બંદરેથી મીઠાની સૌથી વધુ નિકાસ થાય છે.
👉સિક્કા
> જામનગર જિલ્લામાં આવેલું સિક્કા બંદર એક બારમાસી બંદર છે.
> આ બંદરને કુદરતી બારું મળ્યું છે.
> 1949માં દિગ્વિજય સિમેન્ટની સ્થાપના થઈ ત્યારથી આ બંદરનો વિકાસ થયો છે.
> સિક્કામાં GNFCના ડાયએમોનિયા ફોસ્ફેટ ફર્ટિલાઇઝર પ્રોજેકટ માટે ફોસ્ફરિક એસિડ અને પ્રવાહી એનોમિયા આયાત કરવા માટે જેટી બનાવવામાં આવે છે.
> આ બંદર વરસામેડી અને સૂઈ ખાડીના સંગમ સ્થાને આવેલું છે.
> રીલાયન્સની ખનીજ તેલ રિફાઇનરીના માલની હેરફેર માટે રિલાયન્સે સિક્કા બંદર પર લો-લો અને રો-રો જેટી બાંધી છે.
👉નવલખી
> સૌરાષ્ટ્રના ઈશાન ખૂણે મોરબી પાસે આવેલું નવલખી બંદર એક બારમાસી બંદર છે.
> નવલખી બંદરની સ્થાપના ઇ.સ 1909માં વાઘજી ઠાકોરે કરી હતી.
>નવલખી અને કંડલા વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે.
> આ બંદર પર શ્રીજી શિપિંગ સર્વિસિસ લિયુનાઇટેડ શિપર્સ લિ. અને જયદીપ એસોસિયેટ્સ લિ. દ્વારા પ્રાઈવેટ જેટી બાંધવામાં આવી છે.
મોરબી ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે. જેમાં ફકત એકજ બંદર આવેલું છે
👉વેરાવળ
> વેરાવળ અતિ પ્રાચીન બંદર છે.
> ઇ.સ બીજી સદીના રોમન પ્રવાસી ટોલેમીએ પણ તેના ગ્રંથમાં આ બંદરનો ઉલ્લેખ કર્યો છે.
> વેરાવળ એ લાઈટરેજ મોસમી બંદર છે.
વેરાવળ બંદરનો વિકાસ “મત્સ્ય બંદર” તરીકે મુખ્યત્વે થયેલો છે.
> વેરાવળ બંદરે કેનેડાથી અનાજની અને જાપાનથી ખાતરની આયાત થાય છે.
ગુજરાતનો સૌથી મોટો શાર્ક ઓઇલ પ્લાન્ટ વેરાવળમાં છે.
👉પોરબંદર
> અરબ સાગરમાં આવેલું આ બારમાસી બંદર છે.
> LPG ગેસની આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર પોરબંદર છે.
> પોરબંદર પર દરિયાઈ મોજા સામે રક્ષણ મળે
તે માટે દરિયામાં “બ્રેકવૉટર” બાંધવામાં આવ્યું
>આ બંદર ભાદર નદીના કિનારે આવેલું છે.
👉ઓખા
> દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌરાષ્ટ્રના છેક વાયવ્ય છેડા પર કચ્છના અખાતમાં આંતરરાષ્ટ્રીય વહાણવટના અતિ મહત્વના ગણાતા સુએઝ જળમાર્ગ પર આવેલું અગત્યનું બંદર એટલે ‘ઓખા’
> ઓખા બંદર ઇ.સ 1926માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિકસાવ્યું હતું.
> ઓખા બંદર એક બારમાસી બંદર છે જે
>શંખોદ્વારા અને સમીઆવી બેટથી રક્ષાયેલું છે.
> ઓખા બંદરે ‘કેર્ન એનર્જી પ્રા.લિ.’ દ્વારા કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.
👉અલંગ બંદર
>વિશ્વમાં જહાજ ભાંગવાંના ઉદ્યોગમાં ભારત પ્રથમ સ્થાને છે તથા ભારતમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
> અલંગ બંદર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું છે.
> જહાંજ ભાંગવાના ઉદ્યોગ માટે મોટી ભરતીવાળો દરિયો, કિનારાથી સમુદ્ર તરફ ધીમો ઢોળાવ અને કિનારાનું તળ જહાજને સ્થિર રાખી શકે તેવું હોવું જોઈએ. આ બધી જ સુવિધા અલંગ બંદરે કુદરતી રીતે પ્રાપ્ત છે. આથી જ અલંગ બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
> અલંગ બંદર વિશ્વનું સૌથી મોટું જહાજ ભંગાવાનું યાર્ડ છે. (વિસ્તારની દ્રષ્ટિએ)
>ઇ.સ 1982માં અલંગ યાર્ડ શરૂ થયું અને ફેબ્રુઆરી-1983માં એમ.વી. કોટા ટેજોન્ગ જહાજને ભાંગવા સાથે અલંગ શીપબ્રેકિંગ યાર્ડ શરૂ થયું.
👉ભાવનગર
> ભાવનગર બંદરનું જૂનું નામ દ્રોણમુખ બંદર છે.
> આ બંદરને વર્ષ 1963માં ‘લોક ગેટ’ તરીકે વિકસિત કરવામાં આવ્યું હતું.
> જે લોક ગેટ ધરાવતું એશિયાનું સૌપ્રથમ અને ગુજરાતનું એકમાત્ર બંદર છે.
> આ બંદરનો વ્યવસ્થિત વિકાસ ભાવનગરના રાજા ભાવસિંહજી પ્રથમે કર્યો હતો તથા અખેરાજજીએ ખંભાતના અખાતને ચાંચિયાઓના ત્રાસથી મુકત કરાવતાં ભાવનગરનો બંદર તરીકે સારો વિકાસ થયો.
> ભાવનગર બંદરે જહાજ રિપેરિંગ માટેની સગવડતા છે.
👉પીપાવાવ
> અમરેલી જિલ્લામાં આવેલું પીપાવાવ બંદર ભાવનગરના મહારાજા ક્રુષ્ણકુમારસિંહજીના શાસન દરમિયાન ઇજનેર સિમ્સે ઝોલાપૂરી નદીના કિનારે બનાવ્યું હતું અને ઇ.સ 1892માં પ્રિન્સ આલ્બર્ટ વિકટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેથી તેનું નામ ‘પોર્ટ આલ્બર્ટ વિકટર’ આપ્યું હતું.
> ત્યાર બાદ નિખિલ ગાંધી દ્વારા અહીં પોર્ટને વિકસાવવાનું આયોજન કરાયું અને સંત પીપાંના નામ પરથી પીપાવાવ શબ્દ ઉમેરી ‘ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ’ નામ અપાયું.
> પીપાવાવ શિયાળ બેટ, સવાઇ બેટ અને ચાંચ બેટથી ઘેરાયેલું છે.
> બ્રોડગેજ રેલ દ્વારા પીપાવાવને સુરેન્દ્રનગર સાથે જોડ્યુ છે.
> ઇ.સ 1998માં પીપાવાવ એ સમગ્ર ભારતનું સૌપ્રથમ “ખાનગી બંદર” તરીકે કાર્યરત થયેલું બંદર હતું.
> 1998માં અટલ બિહારી બજપાઈના સમયમાં તે ભારતનું પ્રથમ ખાનગી બંદર બન્યું હતું.
>પીપાવાવ બંદર પર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની લિ. દ્વારા એક કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે.
👉હજીરા
> હજીરાને ગુજરાતનું “પેટ્રો-રસાયણ બંદર” તરીકે પણ ઓળખવામાં આવે છે.
> આ ઉપરાંત હજીરાએ “ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગેસ ગ્રીડ” માટે પ્રવેશબિંદુ સમાન છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્લીને ગેસ પૂરો પાડતી પાઇપલાઇન અહીંથી શરૂ થાય છે.
> હજીરા ખાતે આવેલા LNG ટર્મિલનના વિકાસ માટે “પોર્ટ ઓફ સિંગાપોર ઓથોરીટી” સાથે કરાર કરવામાં આવ્યો છે.
>લાર્સન એંડ ટુબ્રો (L&T) દ્વારા હજીરા બંદરે એક જહાજવાડો બાંધવામાં આવ્યો છે. જેણે 2006થી ઉત્પાદન શરૂ કરી દીધૂ છે. એમાં વેપાર જહાજો ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડના જહાજો પણ બનાવવામાં આવે છે.
👉દહેજ
> દહેજ ભરુચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલું છે.
> ભારતનું પ્રથમ ગ્રીન ફિલ્ડ બંદર છે.
> સમગ્ર એશિયાનું સૌપ્રથમ “કેમિકલ પોર્ટ” દહેજ છે, જે ગુજરાત કેમિકલ્સ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ (GCPTCL) દ્વારા ઓળખાય છે.
>સૌપ્રથમ કેમિકલ પોર્ટને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ દ્વારા ખુલ્લુ મુકાયું હતું.
> પેટ્રોનેટ LNG લિ. એ દહેજ બંદર પર પ્રવાહી કુદરતી વાયુ (LNG-Liquified Natural Gas) ની આયાત અને તેના રિગેસિફીકેશન માટે ટર્મિનલ ઊભું કર્યું છે.
> દહેજમાં નર્મદાના મુખ પાસે જાગેશ્વરમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રો-રો કમ કાર્ગો હેન્ડલિંગની સગવડ વિકસાવવામાં આવી છે.
> દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાના LNG ટર્મિનલનું નિર્માણ પણ આ બંદર પર કરવામાં આવેલું છે.
> દહેજ બંદર પરથી એરોમેટિક નેપ્થા, બેંઝિન, સુપિરિયર કેરોસીન ઓઇલ, એસિટિક એસિડ, સ્ટિરીન, પ્રોપેન, બુટાડીન, ઈપિલીન, નેપ્થા અને પેરાફિન, મિથાનોલ ઇથાઇલ ફેક્ઝાનોલ વગરે જેવા રસાયણોની આયાત-નિકાસ થાય છે.
>દહેજ અને ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે મદદરૂપ એવી રો-રો (રોલ ઓન-રોલ ઓફ) ફેરી શરૂ કરવામાં આવી છે.
👉મગદલ્લા
> મગદલ્લા બંદર તાપી નદીના મુખથી દક્ષિણમાં વિકસાવવામાં આવ્યું છે.
> મગદલ્લા બંદર પર ગુજરાત મેરીટાઈમ બોર્ડની ચાર જેટીઓ આવેલી છે. એના પર GACL અને GNCL દ્વારા રોક ફોસ્ફેટની આયાત કરવામાં આવે છે.