પૃથ્વી | વાતાવરણ ||જીવાવરણ ||જલાવરણ || મૃદાવરણ વિશે માહિતી

પૃથ્વી | વાતાવરણ ||જીવાવરણ ||જલાવરણ || મૃદાવરણ વિશે માહિતી

Gujrat
0
૨૨ એપ્રિલને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી થાય છે. ૨૨મી એપ્રિલ,૧૯૭૦માં સૌ પ્રથમ વખત અમેરિકાના શહેરોમાં પૃથ્વી દિવસની ઉજવણી કરાયા બાદ આ ઉજવણી એક આંદોલનના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વિકાસ પામી. ઇ.સ.૨૦૦૦ના વર્ષમાં ઇન્ટરનેટના માધ્યમથી પૃથ્વી બચાવોની હાકલ કરવામાં આવતા ૨૨મી એપ્રિલની તે ઉજવણીમાં ૧૮૪ દેશોના કરોડો લોકોએ આ દિવસ વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી કરી. 

    👉પૃથ્વી પર વૃક્ષ કપાવવા થી વાતાવરણ માં પ્રદુષણ વધ્યું છેઃ  આ પ્રદુષણ ઓછું કરવા માટે વધુ વૃક્ષ વાવવા જોઈએ.

    👉કાર્બન ડોયકસાઇડમાં  વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઇફેકટ સર્જાઇ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે
    👉પરિણામ ઋતુચક્ર ખોરવાઇ રહ્યું છે. આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું.
    👉આપણી પૃથ્વી સૂર્ય માંથી છૂટી પડી છે.

     👉પૃથ્વી ની ઉત્પતી થઇ ત્યારે તે અગનગોળાના રૂપમાં હતી 

    👉આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો.

    👉આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૂદાવરણ તરીકે ઓળખીયે છે.

    👉જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને જલાવરણ તરીકે ઓળખીયે છે.

    👉જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તેને વાતાવરણ તરીકે ઓળખીયે છે.

    👉કઠણ સપાટી પીવામાટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા જીવસૃષ્ટી વિકાસ પામી જેને જીવાવરણ તરીકે ઓળખવામાં આવી

    વાતાવરણ



    → પૃથ્વીની સપાટીથી 1600 કિ.મીની ઊંચાઇ સુધી પૃથ્વીની ચારે બાજુ વીંટળાઇને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ ગંદરહીત,રંગહીન અને સ્વાદરહીત છે.
    વાતાવરણમાં 78% નાઇટ્રોજન,21% ઓક્સિજન અને 1%અન્ય વાયુઓનું પ્રમાણ રહેલ છે.

    વાતાવરણમાં રહેલ ભેજ ઠરવાની ક્રિયાને ઠરીકરણ કે ધનીભવન તરીકે ઓળખાય છે.

    → ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વીપર જીવસૃષ્ટિને જીવંત રાખે છે.
    → ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. • વાતાવરણમાં રહેલા રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ચારે તરફ ફેલાય છે.

    → વાતાવરણના માધ્યમને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ અને તેથીજ રેડીયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બન્યા છે. 

    જીવાવરણ



    → પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ ના જે ભાગમાં જીવસૃષ્ટિ ફેલાયેલી છે તેને જીવાવરણ કહેવાય છે. પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે.
    જીવાવરણના મુખ્ય બે વિભાગો છે.

    (1) જૈવિક (2) અજૈવિક

    → જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ,જીવજંતુઓ અને માનવીઓનો સમાવેશ કરવામાં આવે છે.
    → અજૈવિક વિભાગમાં મૃદાવરણ,જલાવરણ અને વાતાવરણનો સમાવેશ કરવામાં આવે છે.
     → આપણા જીવન જીવવાનો આધાર જીવાવરણ પર છે.

    જલાવરણ



    -→ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે ધગધગતા વાયુના ગોવા જેવી હતી,સમય જતાં તે ઠંડો પડતાં જે ભાગ પ્રવાહી તત્વોમાં રૂપાંતર થયો તેને જલાવરણ કહેવાય છે.
    → પૃથ્વીની સપાટીનો 71% જેટલો ભાગ જલાવરણ સકે છે.
     • મીઠું પાણી એ જલાવરણની ભેટ છે.

    -> જલાવરણમાં વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને માસાગરો કહેવાય છે.

    → પૃથ્વી પર મલસાગરો ખુબ વિશાળ અને ઊંડા છે

    → પૃથ્વી પર આવેલા પાણીના જથ્થામાંથી 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે.
    • સજીવોને જીવવામાટે મીઠા પાણીની જરૂર છે.આ મીઠાપાણીનો આધાર   વરસાદ પર છે.

    → જેમ ધરતી પર સજીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેમ સમુદ્રોમાં પણ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે.

    મૃદાવરણ




    → પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે તે અગન ગોળા સ્વરૂપે હતી.ધીમે ધીમે આ અગલ ગોળો ઠંડો પડતા તેનું ધન સ્વરૂપમાં રૂપાંતર થયું જેને મૃદાવરણ તરીકે ઓળખાય છે.




    • ટૂંકમાં પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરીએ છીએ તે મૃદાવરણ છે
     • મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે.આ પોપડો આશરે 6 થી 100 કિ.મી ની જાડાઇ ધરાવે છે. જો કે આ પોપડો અંદર કે બહાર એક સરની જાડાઇ ધરાવતો નથી.

    → પૃથ્વીની ઉપરનો આ પોપડો માટી અને ખડકો જેવા ધન પદાર્થોનો બનેલો છે જેથી તેને ધનાવરણ પણ કહે છે.

    નાના મોટા પર્વત , ઉચ્ચપ્રદેશો મેદાનો વગેરે મૃદાવરણ પર આવેલા હોય છે.
    → પૃથ્વીના પેટાળમાં રહીલા ખડોકો ના પીગળેલા રસને મેમ્મા કહે છે.
     > જો મૃદાવરણ ન હોત તો આપણને પીવાનું પાણી કે ખોરાક માટે ખેતી, ઉધોગ ધંધા માટે જરૂરી બીજો કે પછી કગલો તેમજ રહેવા માટે મકાનો  બની શકે નહી


    👉શિક્ષણ પથ ગ્રુપમાં જોડાઓ 
     









    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !