વર્ષ 1930માં મહાત્મા ગાંધીએ સવિનય મીઠાનો કાનૂન ભંગ કરવા અમદાવાદતી 24 દિવસની દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
દાંડી કુચ યાત્રા નું મુખ્ય કારણ
તે સમયે અંગ્રેજો દ્વારા 10 પાઇના મીઠા ઉપર 200 પાઇ જેટલો કર લગાવ્યો હતો. વળી મીઠું ગરીબ-શ્રીમંત તમામ માટે જીવન જરૂરીયાતની વસ્તુ છે એટલા માટે ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ સ્વરૂપે દાંડીયાત્રા કરવાનું નક્કી કર્યું.
દાંડીયાત્રા સ્થળ પસંદગી
પ્રથમ તો મહાત્મા ગાંધીજી એ સાબરમતીથી નીકળીને મહીસાગર સુધી પોતાના સાથીઓ સાથે બદલપૂરમાં પાણી ઉકાળીને મીઠું બનાવવાનું નક્કી થયું હતું. પણ બદલપૂર સાબરમતીથી માત્ર 75 માઈલ દૂર હતું વળી યાત્રા 8 દિવસમાં પૂરી થાય તેથી પ્રચાર ઓછો થાય તેવી ગણતરીએ સુરત. પ્રચાર ઓછો થાય તેવી ગણતરીએ સુરત જિલ્લાના કલ્યાણજી મહેતાએ યાત્રા દાંડી સુધી લઈ જવાનું સૂચન કર્યું.સાબરમતીથી દાંડી 241 માઈલનું અંતર હતું વળી ગુજરાતનો ઘણો મોટો વિસ્તાર આવરી લેવાતો હતો.
વાઈસરરોય ઇરવિનને ગાંધીજીનો પત્ર
તે સમયનાં ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિનને ગાંધીજીએ એક પત્ર લખ્યો હતો કાનૂન ભંગની લડત તેમાં મહાત્માએ સવિનય 12 માર્ચ, 1930 થી શરૂ કરવાની વાઇરસરોયને જાણકારી આપી.
👉 આ પત્રનો કોઈ જવાબ આવ્યો નહીં.
👉ગાંધીજીએ આ પત્રમાં લખ્યું હતું કે : હવે ઈન્તજારની ઘડી પૂરી થઈ ગઈ છે, મે રોટલી માંગી હતી પણ મને પથ્થરો મળ્યા છે.
સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ
👉દાંડીયાત્રાની પૂર્વ તૈયારી સ્વરૂપે જાહેર સભાનું આયોજન મહી નદીનાં કાંઠે આવેલ કંકાપૂરમાં થયું ત્યાં 7 માર્ચનાં રોજ સરદાર પટેલની ધરપકડ થઈ.
👉આમ દાંડીયાત્રામાં પ્રથમ ધરપકડ સરદાર પટેલની થઈ હતી.
12 માર્ચ, 1930 દાંડીયાત્રાની શરૂઆત
👉 ગાંધીજીએ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી 12મી માર્ચ, 1930 દિવસે દાંડી કુંચની શરૂઆત કરી
👉દાંડીયાત્રા શરૂ કરતાં પહેલા ગાંધીજીએ સાબરમતી આશ્રમની પ્રાર્થના સભામાં પ્રતિજ્ઞા કરી : “હું કાગડા કુતરાનાં મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર આશ્રમમાં પાછો પગ નહીં મૂકું
👉12 માર્ચની સવારે “હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ” (પ્રિતમદાસ) અને “રઘુપતિ રાઘવ રાજા રામ” જેવા ભજન ગાઇને લડતનો પ્રારંભ થયો.
👉 દાંડીયાત્રામાં શરૂઆતમાં 78 સાથીઓ જોડાયા અને રસ્તામાં જ 2 લોકો ભળતા ગાંધીજી સહિત 81 લોકો થયા.
👉 દાંડીકૂચનાં પ્રથમ દિવસે બપોરે ચંડોલ તળાવ પાસે વિસામો લીધો અને અસલાલી ગામે પ્રથમ રાત્રિ રોકાણ કર્યું.
👉 સત્યાગ્રહી માટે દરેક ગામડે વ્યવસ્થાપક સમિતિ તરીકે યુવાનોની “અરુણ ટુકડી” તૈયાર કરાઇ હતી.
👉આ યાત્રામાં માર્ગમાં આવતાં 300 જેટલા ગામનાં મુખીઓએ પોતાના હોદા પરથી રાજીનામાં આપ્યા.
👉 24 દિવસની પદયાત્રા બાદ 241 માઈલનું અંતર કાપી 5 એપ્રિલ, 1930નાં રોજ સત્યાગ્રહી દાંડી ગામે પહોંચ્યા હતા.
👉ત્યાં યજમાન સિરાજુદ્દીન શેઠે યાત્રાનું સ્વાગત કર્યું. તથા ગામનાં આગેવાન ડાહ્યાભાઈ દેસાઇએ પણ ગામ વતી સત્યાગ્રહીઓનું સ્વાગત કર્યું.
ગાંધીજી સિરાજુદ્દીન શેઠનાં મહાનમાં રોકાયા હતા તે મકાન તેમણે આઝાદી બાદ રાષ્ટ્રને અર્પણ કઈ દીધું. આ મકાનનું ઈ.સ 1961માં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા દાંડી સ્મારક તરીકે ખુલ્લુ મુકાયું.
👉 6 એપ્રિલ. 1930નાં રોજ સવારે સમુદ્ર સ્નાન કરી 6:30 કલાકે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનાં કાયદાનો ભંગ કર્યો અને ગાંધીજીએ કહ્યું : આજથી હું બ્રિટિશ ઇમારતનાં પાયામાં લૂણો લગાડું છું.
👉દાંડીકૂચ પૂર્ણ કર્યા પછી 6 એપ્રિલ થી 16 એપ્રિલ, 1930 સુધી ગાંધીજી આજુ-બાજુનાં ગામડાની મુલાકાત લીધી અને તે દરમ્યાન બોદાલી ગામમાં ગાંધીજીએ કુહાડીથી ખજુરીકાપી અને કાયદાનો ભંગ કર્યો.
👉સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાનાં અંભેટી ગામમાં વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલને ખજુરી કાપતા કૂવાડી વાગી જતાં તેનું મૃત્યુ થયું આમ તે દાંડીયાત્રાનાં પ્રથમ શહિદ બન્યા.
👉ગાંધીજીએ અંભેટી ગામની મુલાકાત લીધી એન શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલનાં મૃત્યુને શુદ્ધ બલિદાન તરીકે ઓળખાવ્યું.
👉 દાંડીની સાથે સાથે મીઠાનાં સત્યાગ્રહો દેશનાં વિભિન્ન ભાગોમાં શરૂ થયા.
👉 5 મે, 1930નાં રોજ ધરાસણા જતી વખતે કરાડી ગામે રાત્રે ગાંધીજીની ધરપકડ કરી યરવડા જેલમાં બંધ કર્યા.
👫 દાંડીયાત્રાનો દેશનાં વિવિધ વિસ્તારમાં પ્રભાવ
1). તામિલનાડુ : ત્રિચનાપલ્લીથી વાયનાડ સુધી સી. રાજગોપાલચારીએ મીઠાનાં સત્યાગ્રહ કર્યો હતો.
2). મલબાર : કાલિકટ થી પાયાનૂર સુધી, કે. કેલપ્પડે મીઠાનાં સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું.
3). પશ્ચિમી સરહદી વિસ્તાર : સરહદનાં ગાંધી તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફાર ખાને ખુદાઇ ખિદમતગારની લડત ચલાવી હતી.
4). ઓડિશા : ગોપચંદ્ર બન્દુ ચૌધરીનાં નેતૃત્વમાં બાલાસોર, કટક અને પૂરીમાં મીઠાનાં કાયદાનો ભંગ થયો.
નાગાલેન્ડ : નાગાલેન્ડનાં રાણી ગાર્ડિનેલ્યુએ માત્ર 13 વર્ષની ઉંમરે ગાંધીજીનાં આંદોલનમાં ભાગ લઈ બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્રોહ કર્યો અને તેમણે આજીવન કેદની સજા થઈ.
5.)આઝાદી બાદ રાણી ગાર્ડિનેલ્યુ ને નેહરુ સરકારે મુકત કર્યા અને રાણીનું બહુમાન આપ્યું.
મહત્વપૂર્ણ તથ્યો
. ગાંધીજીનાં પરિવારમાંથી દાંડી કૂચમાં પત્ની કસ્તૂરબાં, પુત્ર રામદાસ અને મણિલાલ તથા ગાંધીજીનાં પૌત્ર કાંતિલાલ હરિલાલ ગાંધીએ ભાગ લીધો હતો.
સવિનય કાનૂન ભંગ દરમિયાન ઇન્દિરા ગાંધીએ કિશોરોની મંઝરી સેનામાં ભાગ લીધો હતો. આ સમયગાળા દરમ્યાન નાના બાળકોની વાનરસેના પણ કાર્યરત હતી.
મહાદેવભાઈ દેસાઇએ દાંડી યાત્રાને ભગવાન બુદ્ધની ‘મહાભીનીકરણ’ યાત્રા સાથે સરખાવી છે.
. સુભાષચંદ્ર બોઝે દાંડી યાત્રાને નેપોલિયનની ‘પેરિસ માર્ચ’ તથા મુસોલીની ની ‘રોમ માર્ચ’ સાથે સરખાવી છે.
દાંડીકૂચનાં દ્રશ્યોનું વર્ણન ચિત્ર સ્વરૂપે કનુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યું છે.
વિશ્વની મુખ્ય 10 સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીકૂચને સ્થાન મળ્યું છે.
દાંડીકૂચની સ્મૃતિમાં ગુજરાત સરકારે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે “મીઠાનો ડુંગર (Salt of Mountain)” બનાવેલ છે.
દાંડી ખાતે 30 જાન્યુઆરી 2019નાં રોજ બાપુની 71મી પુણ્યતિથીનાં નિમિતે 15 એકરમાં ‘રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં 80 સત્યાગ્રહીઓની પ્રતિમા બનાવવામાં આવી છે.
દાંડી કુચ યાત્રા ની વિગતો
દાંડી કૂચ' - સવિનય મીઠાના કાયદાનો ભંગ
મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસકોએ લાદેલા 'મીઠાના કાયદાનો ભંગ કરવા' હેતુ 12 માર્ચ, 1930ના રોજ 78 સત્યાગ્રહીઓ સાથે આ ઐતિહાસિક 'દાંડી કૂચ'ની શરૂઆત કરી હતી. 'દાંડી કૂચ'નો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશરોના 'મીઠાના કાયદા'ને સવિનય કાનૂન ભંગ કરવાનો હતો. 'દાંડી કૂચ' યાત્રામાં ગાંધીજી અમદાવાદના સાબરમતી આશ્રમથી 358 કિમી જેટલું લાંબુ અંતર પગપાળા ચાલીને 6 એપ્રિલના રોજ દાંડી સ્થળે પહોંચ્યા હતા. 24 દિવસ ચાલીને 6 એપ્રિલ, 1930ના રોજ દાંડી પહોંચીને તેમણે દરિયા કિનારે મીઠાનો કાયદાનો સવિનય ભંગ કર્યો હતો. મહાત્મા ગાંધીએ સુરત, ડીંડોરી, વાંજ, ધામણ બાદ પદયાત્રાના અંતિમ દિવસોમાં નવસારીને પોતાનું મુકામ બનાવ્યું હતું. અહીંથી કરાડી અને દાંડીનો પ્રવાસ પૂર્ણ થયો હતો. નવસારીથી દાંડીનું અંતર લગભગ 13 માઈલ છે.
દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના ૭૮ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.[૧]૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.
દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે ૨૫ માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો.[૩] મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જોકે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો.
............Read more............
સામાજિક વિજ્ઞાન ગુજરાત ગ્રુપ માં જોડાઓ