ગાંધીજી એ કરેલ સત્યાગ્રહ gandhiji ane satyagrh

ગાંધીજી એ કરેલ સત્યાગ્રહ gandhiji ane satyagrh

Gujrat
0
ગાંધીજી એ કરેલ સત્યાગ્રહ gandhiji ane satyagrh 


1.1 ચંપારણ સત્યાગ્રહ (1917)

હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી, ઉત્પાદન સસ્તી કિંમત વહેચવા માટે ખેડૂતોને મજબૂર કરતા હતા. રાજકુમાર શુક્લના આગરહ થી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજી એ નક્કી કર્યું. પરંતુ તપાસ શરૂ કરે તે પહેલા ત્યાંના મેજીસ્ટર એ તેમને ચંપારણ જિલ્લો છોડી દેવાની નોટિસ મોકલી હતી. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો.

    ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારની સામે રજૂઆત કરી. પંચમહાલના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવે. છેવટે સત્યાગ્રહ સફળ રહ્યો અને ગાંધીજીના સત્યાગ્રહ દ્વારા આખા દેશના લોકોનું ધ્યાન આ તરફ ખેંચવામાં આવયું.

    1.2. ખેડા સત્યાગ્રહ (1917-1918):




    1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ અને તે સમયે પાક નાશ પામ્યો હતો. આમ છતાં,સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસુલ ઉઘરાવવાનું નક્કી કર્યું. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકારની વિરોધ સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે,” સરકાર આપણી માંગ ન સ્વીકારે, તો આપણે મહેસૂલ ભરવાનું નથી.” ગાંધીજીના હાકલને માન આપી ને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે,જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ કરી દેશો તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસુલ ભરી દેશે. અંતે કલેક્ટરે એવોજ હુકમ 1918માં આવતા આંદોલન સફળ થયું.

    ખેડાની લડતનો પરિણામ ની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંત ની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ રહી. આ સત્યાગ્રહ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ આવી અને સરકાર તરફથી દર દૂર થયો. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન બે સાથીઓ દેશને મળ્યા.



    3. રોલેટ એક્ટ (કાળો કાયદો-1919)


    પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો.આ સમયે બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ ની જાહેરાત કરી. રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવે તેને સજા આપી શકાય એવી જોગવાઈ હતી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો ઉપર અંકુશ લગાવતો હતો. જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો. લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. અને ગાંધીજીએ આ કાયદાને રોલેટ એક્ટ નો કાળો કાયદો કહ્યો.

    રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. જોકે તે મોટા ભાગે શહેરો પુરતો સીમિત હતો. દેશમાં કાયદાની વિરોધમાં સરઘસ નીકળ્યા. અને હડતાલો નું પણ આયોજન થયું.

    4. જલીયાવાલા બાગ હત્યાકાંડ(1919):




    બૈશાખીના દિવસે 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક સભા રાખવમાં આવી હતી. તેમાં કેટલાંક નેતાઓ ભાષણ આપવાના હતા. શહેરમાં કર્ફ્યૂ લાગેલો હતો. તેમ છતાં તેમાં સેંકડો લોકો એવા પણ હતા કે જે બૈશાખી જોવા માટે પરિવાર સાથે મેળો જોવા આવ્યા હતા અને શહેર જોવાં આવ્યા હતા. તેઓ પણ સભાની ખબર સાંભળીને સભા સ્થળ તરફ જઈ રહ્યાં હતા. જ્યારે નેતા બાગમાં પડેલા ઉંચાણવાળા સ્થળે ભાષણ આપી રહ્યાં હતા. ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર 90 બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. નેતાઓએ સૈનિકોને જોયા, તો તેમણે ત્યાં ઉપસ્થિત લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું હતું.

    સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. જલિયાંવાલા બાગ તે સમયે મકાનો પાછળ ખાલી પડેલું એક મેદાન હતું. ત્યાં સુધી જવા અને આવવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો અને ચારે તરફ મકાનો હતા. ભાગવા માટે કોઈ રસ્તો ન હતો. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કૂદી ગયા, પરંતુ જોત જોતાંમાં તેઓ કુવામાં લાશોનો ઢગલો થયો હતો.


    5. બારડોલી સત્યાગ્રહ(1928):



    ઈ.સ. 1928માં થયેલ  બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક મહત્વપૂર્ણ  ઘટના છે.આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યાં.1925માં ગુજરાતના બારડોલીમાં પુર આવ્યું અને ભૂખમરો ફેલાયો. આને પરિણામે ખેતી પર અસર પડી અને ખેડૂતોને ખૂબ આર્થિક મુશ્કેલી પડવા લાગી.મુંબઈ ઇલાકામાં દર 30 વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસકરી જમીનમહેસુલની આકારણીમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. બારડોલી તાલુકામાં છેલ્લે ઈ.સ. 1896માં આવી આકારણી કરવામાં આવી હતી.ઈ.સ. 1926મા વિન અનુભવી અમલદાર દ્વારા ખોટી આકારણી કરી ૨૩ ગામોને ઉપલા વર્ગમાં મૂકી જમીન મહેસુલમાં 30% નો વધારો ઝીંકી દીધો.જે અન્યાયી હતો અને આવા અન્યાયી વધારાનો નરહરિ પરીખના  અધ્યક્ષપદે નીમેલી સમિતિએ તેને સચોટ પ્રમાણભૂત રદિયો આપ્યો.

    સરકારે નાગરિક સંગઠનો દ્વારા મુકવામાં આવેલી કર રાહત ની અરજીઓને પણ નામંજૂર કરી દીધી. ખેડૂતની સ્થિતી અત્યંત દયનીય હતી.સરદાર વલ્લભભાઈએ તા.12/2/1928 થી સત્યાગ્રહની આગેવાની લીધી. વલ્લભભાઈએ બારડોલી જઈ મુખ્ય કાર્યકરોની છાવણી ઊભી કરી અને દરેકના વિભાગપતિ નીમ્યા.”સત્યાગ્રહ પત્રિકા” નિયમિત પ્રગટ કરવાની જવાબદારી જુગતરામ કાકા, પ્યારેલાલ, ચીમનલાલ ભટ્ટ અને મગનભાઈ દેસાઈએ સાંભળી.ત્યાર બાદ સરદાર પટેલે બારડોલી તાલુકાના સૌ ખેડૂતોને કર ન ભરવાની સલાહ આપી. પરીખ, વ્યાસ અને પંડ્યાની મદદ વડે તેમણે સમગ્ર બારડોલીને નાના બવિભાગમં વહંચી દીધો અને દરેક ભાગમાં સ્વયંસેવકો ફાળવ્યા.સરદર પટેલે આ ચળવળની સફળતાનો શ્રેય ગાંધીજીની શીખ અને ખેડૂતોની અડગતાને આપ્યો જ્યારે સમગ્ર દેશમાં સરદાર પટેલના નેતૃત્વના વખાણ થયા. આ ઘટના પછી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ આપ્યું. આ ઘટના પછી સરદાર પટેલ સમગ્ર ભારતમાં લોકપ્રિય બન્યાં


    .

    6 મીઠાનો સત્યાગ્રહ(6/4/1930):


    દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. 1930નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે અમદાવાદ થી 12 માર્ચ 1930 રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે  નો છે 6 એપ્રિલ 1930એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં  દાંડી  ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, “મૈને નમક કા કાનુન તોડા હૈ”… અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો.આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં  દાંડીકૂચ  તરીકે પણ ઓળખવામાં આવે છે.


    7. હિન્દી છોડો આંદોલન(1942):



    ભારતીય સ્વતંત્ર સંગ્રામ ના વખતમાં 8મી ઓગસ્ટ ઇ. સ. 1942ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન હતું. ક્રિપ્સ મિશન માં વિફ઼ળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીએ બ્રિટિશ શાસન ખિલાફ઼ પોતાનું ત્રીજું મોટું આંદોલન છેડવાનો ફેંસલો કર્યો હતો. ઓગસ્ટ 1942માં શરૂ થયેલા આ આંદોલનને ‘અંગ્રેજો ભારત છોડો’ એવું નામ આપવામાં આવ્યું હતું. જો કે ગાંધીજીને તત્કાળ ગિરફ઼્તાર કરી લેવામાં આવ્યા હતા. આમ છતાં દેશ ભરના યુવા કાર્યકર્તાઓ હડતાળો અને તોડફ઼ોડ જેવી કારવાઇઓ કરીને આંદોલન ચલાવતા રહ્યા હતા. કોંગ્રેસ પક્ષમાં જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદી સદસ્ય ભૂમિગત પ્રતિરોધિ ગતિવિધિઓમાં સૌથી વધારે સક્રિય રહ્યા હતા. પશ્ચિમ ભાગમાં સાતારા અને પૂર્વ ભાગમાં મેદિનીપુર જેવા કેટલાય જિલ્લાઓમાં સ્વતંત્ર સરકાર, પ્રતિસરકારની સ્થાપના કરી દેવામાં આવી હતી. અંગ્રેજોએ આ આંદોલનના પ્રતિરોધમાં અત્યંત સખ્ત રવૈયો અપનાવ્યો હતો. આમ છતાં આ વિદ્રોહને ડામવા માટે સરકારને સાલ ભરથી પણ વધારે સમય લાગ્યો હતો.

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !