👫સીદી સૈયદની જાળી
સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે.
👉 બાંધકામ :
ઈ.સ.૧૫૭૨-૭૩માં બંધાયેલી જાળીની કોતરણીની નજાકત હજુ આજ સુધી બરકરાર રહી છે. આ જાળીની ખાસિયત તેમાંનું ખજૂરીનું ઝાડ અને વૃક્ષની ડાળીઓ છે. જાળી પથ્થરના બદલે કપડા પર ભરતકામ કર્યું હોય તેવી બેનમૂન છે. જેના કારણે એક જ જાળીમાં ચિત્રકામ, નકશીકામ સુથારીકામ અને કડિયાકામ બન્યું હોય તેવો વિરલ સંગમ છે. સવા ચારસો વર્ષ પછી પણ જાળી તેના મૂળ સ્વરૂપે રહી છે. આ જાળીની પહોળાઈ દસ ફૂટ અને ઊંચાઈ સાત ફૂટ છે.
👉ઈતિહાસ :
આ જાળી સીદી સૈયદ દ્વારા ગુજરાત સલ્તનતના સુલ્તાન શામ-ઉદ-દિન મુફફર ખાન ત્રીજાના સરદાર બિલાલ ઝાઝર ખાન માટે બનાવી હતી. તેનું બાંધકામ ઇ.સ. ૧૫૭૨-૭૩માં સલ્તનતના આખરી વર્ષોમાં થયું હતું. સીદી સઈદે તેની જાગીરનાં ગામોની આવકમાંથી બેનમૂન મસ્જિદ બનાવવી હતી. જહૂજાર ખાન નામના સીદી સરદાર સાથે પાછળથી તેને વાંકું પડતાં સીદી સઈદનાં ગામો પાછાં લઈ લેવાયાં હતાં. તે જ સમયે અકબરે ગુજરાત જીતી લેતાં સીદી સઈદની આવક બંધ થઈ જતાં તે મસ્જિદનું અધૂરું કામ પૂરું કરાવી શક્યો નહીં. તેથી એક જગ્યાએ જાળીના સ્થાને પથ્થર મૂકવામાં આવ્યા છે.
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab
mamlatdar, Bin sachivalay, police
constable, Talati, Clark and all
Competitive exam
............Read more............