બારડોલી સત્યાગ્રહ / BARDOLI SATYAGRAHA IN GUJRATI

બારડોલી સત્યાગ્રહ / BARDOLI SATYAGRAHA IN GUJRATI

Gujrat
0



બારડોલી સત્યાગ્રહ ની વિગત


 👉ઇ.સ 1927માં બારડોલી તાલુકામાં કલેક્ટર જયકર અને સેટલમેંટ કમિશ્નરે જમીન મહેસૂલની ફેર આકારણી કરીને તાલુકાનું ખોટી રીતે 30 % મહેસૂલ વધારી દીધું.

👉 7 વર્ષના ગણોતને એક વર્ષનું ગણવાની તેમણે મોટી ભૂલ કરી કતી, માત્ર 15% ને બદલે 50% જમીન ગણોત તરીકે અપાય છે, એમ તેમણે ધાર્યું હતું.

👉તેથી બારડોલી તાલુકાના ખેડૂતોમાં રોષ હતો. તાલુકામાં યોજાયેલી ખેડૂતોની પરિષદે મહેસૂલ વધારાનો વિરોધ કર્યો. અને મહેસૂલ ન ભરવાનો ઠરાવ પસાર કર્યો.

👉ખેડૂતોની લડત માટેની તૈયારી અને ઉત્સાહ જોઈને કુંવરજીભાઈ અને કલ્યાણજી  મહેતાની વિનંતીથી “ના કર’ ની લડતની આગેવાની વલ્લભભાઈ પટેલે સંભાળી.

👉વલ્લભભાઈ પટેલે ખેડૂતોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી અને ગવર્નરને પત્ર લખી મહેસૂલ વધારો પાછો લેવા વિનંતી કરી. પણ ગવર્નરે પત્રનો જવાબ આપ્યો નહીં.

👉જુગતરામ દવેએ ના કરની લડતની ‘સત્યાગ્રહ પત્રિકા’ પ્રગટ કરવાની જવાબદારી સંભાળી, તેમણે આશરે 5000 જેટલી પત્રિકા વહેંચી હતી.

👉નવજીવન અને યંગ ઈન્ડિયા સમાચાર પત્રમાં "ના કરની" લડતના સમાચારો પ્રગટ થયા.

 👉ખેડૂતોના સમર્થનમાં પૂરા ગુજરાતમાં “બારડોલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી

👉સરકારે ખેડૂતોને મહેસૂલ ભરવા નોટિસ પાઠવી આમ છતાં ખેડૂતોએ મહેસૂલ નહીં ભરતા સરકારે તેમની માલ મિલકત અને ઢોરઢાંખર જપ્ત કર્યા.

👉આમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનથી ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને ખેડૂતો મક્કમ રહ્યા. છેવટે સરકારે ખેડૂત સાથે સમાધાન કરવું પડયું.

👉સર ચુનીલાલ મહેતાના પ્રયાસોથી સરકારે જપ્તી કરેલી જમીન પાછી આપી સત્યાગ્રહના કેદીની છૂટા કરાયા, છૂટા કરેલા સરકારી કર્મચારીઓને પાછા લઈ લીધા.

👉બારડોલી સત્યાગ્રહની બહેનોએ જ વલ્લભભાઈ પટેલને “સરદાર” નું બિરુદ આપ્યું







👉બારડોલી સત્યાહ ની ગુજરાતી ઓલ માહિતી pdf   ડાઉનલોડ કરો
👉નદી કિનારે  વસેલા શેહરો  ની pdf મેળવો



GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab

mamlatdar, Bin sachivalay, police

constable, Talati, Clark and all

Competitive exam

        ............Read more............


       


👉ગુજરાતનું નદીતંત્ર


👉ગુજરાતનાં સરોવરો અને તળાવો


👉ગુજરાત ના જંગલો






Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !