બારડોલી સત્યાગ્રહ ની વિગત
👉ઇ.સ 1927માં બારડોલી તાલુકામાં કલેક્ટર જયકર અને સેટલમેંટ કમિશ્નરે જમીન મહેસૂલની ફેર આકારણી કરીને તાલુકાનું ખોટી રીતે 30 % મહેસૂલ વધારી દીધું.
👉 7 વર્ષના ગણોતને એક વર્ષનું ગણવાની તેમણે મોટી ભૂલ કરી કતી, માત્ર 15% ને બદલે 50% જમીન ગણોત તરીકે અપાય છે, એમ તેમણે ધાર્યું હતું.
👉તેથી બારડોલી તાલુકાના ખેડૂતોમાં રોષ હતો. તાલુકામાં યોજાયેલી ખેડૂતોની પરિષદે મહેસૂલ વધારાનો વિરોધ કર્યો. અને મહેસૂલ ન ભરવાનો ઠરાવ પસાર કર્યો.
👉ખેડૂતોની લડત માટેની તૈયારી અને ઉત્સાહ જોઈને કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતાની વિનંતીથી “ના કર’ ની લડતની આગેવાની વલ્લભભાઈ પટેલે સંભાળી.
👉વલ્લભભાઈ પટેલે ખેડૂતોને મહેસૂલ ન ભરવાની સલાહ આપી અને ગવર્નરને પત્ર લખી મહેસૂલ વધારો પાછો લેવા વિનંતી કરી. પણ ગવર્નરે પત્રનો જવાબ આપ્યો નહીં.
👉જુગતરામ દવેએ ના કરની લડતની ‘સત્યાગ્રહ પત્રિકા’ પ્રગટ કરવાની જવાબદારી સંભાળી, તેમણે આશરે 5000 જેટલી પત્રિકા વહેંચી હતી.
👉નવજીવન અને યંગ ઈન્ડિયા સમાચાર પત્રમાં "ના કરની" લડતના સમાચારો પ્રગટ થયા.
👉ખેડૂતોના સમર્થનમાં પૂરા ગુજરાતમાં “બારડોલી દિવસ” ની ઉજવણી કરવામાં આવી
👉સરકારે ખેડૂતોને મહેસૂલ ભરવા નોટિસ પાઠવી આમ છતાં ખેડૂતોએ મહેસૂલ નહીં ભરતા સરકારે તેમની માલ મિલકત અને ઢોરઢાંખર જપ્ત કર્યા.
👉આમ છતાં સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનથી ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને ખેડૂતો મક્કમ રહ્યા. છેવટે સરકારે ખેડૂત સાથે સમાધાન કરવું પડયું.
👉સર ચુનીલાલ મહેતાના પ્રયાસોથી સરકારે જપ્તી કરેલી જમીન પાછી આપી સત્યાગ્રહના કેદીની છૂટા કરાયા, છૂટા કરેલા સરકારી કર્મચારીઓને પાછા લઈ લીધા.
👉બારડોલી સત્યાગ્રહની બહેનોએ જ વલ્લભભાઈ પટેલને “સરદાર” નું બિરુદ આપ્યું
👉બારડોલી સત્યાહ ની ગુજરાતી ઓલ માહિતી pdf ડાઉનલોડ કરો
👉નદી કિનારે વસેલા શેહરો ની pdf મેળવો
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab
mamlatdar, Bin sachivalay, police
constable, Talati, Clark and all
Competitive exam
............Read more............