સામાજિક વિજ્ઞાન
વિષ્ણુગુપ્ત
ચાણક્ય અથવા કૌટિલ્ય (ઇ.સ.પૂર્વે ૩૭૧-૨૮૩) મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદરૂપ બન્યો હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક ના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે; તથા કુટિલ નીતિના ઉપદેશક હોવાથી તેમને કૌટિલ્ય પણ કહે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે.જે રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપે છે અને આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં થયો હતો. ત્યારના સમયમાં મગધ રાજ્ય ખૂબજ શક્તિશાળી રાજ્ય ગણાતું. પાટલીપુત્રમાં નંદ વંશનુ રાજ્ય હતું અને તેનો રાજા ધનનંદ એક અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો આળસુ રાજા હતો. ચણક તેના મંત્રી હતા (એક મત મુજબ ધનનંદના મંત્રી નુ નામ શકટાલ હતું, જયારે ચાણક્યના પિતા આચાર્ય ચણક એક શિક્ષક હતા) પરંતુ ધનનંદે તેને અપમાન કરી કાઢી મુકેલા જેના કારણે પાછળથી ચણકનું મૃત્યુ થયેલું અને ચાણક્ય (વિષ્ણુગુપ્ત) રાજ્ય છોડી તક્ષશિલા વિધ્યાપીઠમાં ભણવા ગયેલા.ચાણક્યની દાંતપંક્તિ જોઇ કોઇ બ્રાહ્મણે કહેલું કે આ બાળક મહાન થશે પરંતુ તેની માતાને ભૂલી જશે. આથી, વિષ્ણુગુપ્તે તેનો આગળનો દાંત તોડી નાંખેલો.
એકવાર ઘાસ પર ચાલતી વખતે ઘાસની તીક્ષ્ણ ધારથી વિષ્ણુગુપ્તને લોહી નીકળેલુ. આથી તેણે ઘાસમાં મધ નાંખ્યું. કોઇએ જ્યારે પુછ્યું કે ઘાસને કાપવાને બદલે તેને મધ કેમ પાય છે, ત્યારે કે વિષ્ણુગુપ્તે કહ્યું કે મધ તેણે ઘાસના મૂળમાં નાંખેલું છે જેથી કીડીઓ મધને મૂળ સહિત ખાઇ જશે અને ઘાસ કદી કોઇને વાગશે નહિ. વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું તક્ષક્ષિલા શહેર જે પાકિસ્તાનમાં આવેલું છે. તે વખતે ત્યાં આંભી રાજાનું રાજ્ય હતું.અલક્ષેન્દ્ર (અલિકસુંદર) તરીકે ભારતમાં ત્યારે ઓળખાતો એલેકઝાન્ડર પોતાની સેનાની કૂચ કરતો ઈરાનને જીતી ભારત પર અત્યારના અફઘાનિસ્તાન પર - ચડી આવતો હતો. તેણે ઘણા રાજ્યો જીત્યા અને ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને સમજાયું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. -
GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab
mamlatdar, Bin sachivalay, police
constable, Talati, Clark and all
Competitive exam
............Read more............